જામનગરમાં જળપ્રલય: રાહત-બચાવ કામગીરી પુરજોશમાં

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જૂનાગઢ અને રાજકોટ જીલ્લામાં મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણી: રેસ્કયુ ઓપરેશન યથાવત
ભારે વરસાદને કારણે વીજતંત્રને લાખોનું નુકસાન: પ4પ થાંભલા પડી ગયા: 14પ ગામો લાઇટ વિહોણા: 44પ ફીડર બંધ
રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ : 1 નેશનલ હાઈ-વે, 13 સ્ટેટ હાઇ-વે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ
રાજકોટ-જામનગર-જૂનાગઢ-પોરબંદર જીલ્લાઓમાં અતિભારે વરસાદથી વ્યાપક નુકસાન
એનડીઆરએફની અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં 1-1, જામનગરમાં 3, તથા રાજકોટમા 2 ટીમો તૈનાત(સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

રાજકોટ, જામનગર, જૂનાગઢ જેવા જીલ્લાઓને ધમરોળતા બાદ મેઘરાજાએ વિરામ લેતા આંશીક રાહત થઈ છે.જાનમાલની વ્યાપક નુકશાનીનો પ્રાથમીક સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.

Read About Weather here

જોકે હજુ વરસાદની આગાહી યથાવત હોવાના કારણોસર તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક મેઘસવારી વચ્ચે રાજકોટ,જામનગર તથા જૂનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો હતો.

જેને પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે. રાજકોટમાં શહેર ઉપરાંત લોધીકા, ધોરાજી જેવા ભાગોમાં 20 ઈંચથી વધુના અતિભારે વરસાદને કારણે જળ બંબાકારની હાલત સર્જાઈ હતી.

લોધીકા તથા ગોંડલ પંથકમાં ડૈયા, હડમતાળા સહીતનાં ગામોમાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેંકડો લોકોને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે. જામનગર તાલુકા તથા કાલાવડ પંથકમાં 27 ઈંચ સુધીના બેફામ વરસાદથી વ્યાપક તારાજીની આશંકા છે.

મોડીરાતથી વરસાદ અટકતા તંત્ર તથા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જામનગર-રાજકોટમાં જીલ્લા પંચાયત તથા કલેકટર તંત્રના સુત્રોએ કહ્યું કે, તમામ તાલુકા મામલતદારોને જાનમાલની નુકસાનીનો પ્રાથમીક રીપોર્ટ આપવા કહેવાયુ છે

અને તે અંતગર્ત સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે.રાજકોટ જીલ્લામાં વરસાદી દુર્ઘટનામાં સતાવાર મૃત્યુઆંક એક છે.

ડૈયા સહિતના ગામડાઓમાં ફસાયેલા લોકોને બોટ મારફત બહાર કાઢીને સુરક્ષીત સ્થળોએ આશરો અપાયો હતો. જામનગર જીલ્લામાં એરફોર્સ દ્વારા હેલીકોપ્ટરથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

અને અંદાજીત 50 લોકોને બચાવાયા હતા. ભારે વરસાદ પુરથી માર્ગ અને વિજ ક્ષેત્રે પણ વ્યાપક નુકસાન થયુ છે. અનેક રસ્તા ધોવાઈ જતાં બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર ડામરના પોપડા ઉખડી ગયા છે.

આજે સવારે 10 વાગ્યાના લેટેસ્ટ રીપોર્ટ મુજબ ભારે વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ તંત્રને લાખોનું નુકશાન થયું છે: ર4 કલાકમાં પ4પ થાંભલા પડી જતા ટીમો લાઇનો પર દોડી છે :

એમાં રાજકોટ ગ્રામ્યમાં ર66 તો જામનગર ક્ષેત્રમાં 180 પોલ તૂટી પડયા છે: ખેતીવાડીના 396 અને જે. જી. વાયના 47 થઇને કુલ 44પ ફીડર બંધ થઇ જતા તે રીસ્ટાર્ટ કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે.

આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ર3 અને જામનગર જીલ્લાના 8પ ગામો સહિત કુલ 14પ ગામોમાં અંધારપટ છવાયો છે. રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ થયા છે, જેમાં 1 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઇવે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

જામનગરમાં કાલાવાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ થયો છે. આ મોટાભાગના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છેવરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here