ગુજરાતમાં શાળા શિક્ષણનો સોનેરી સૂર્ય પ્રગટ થવાની તૈયારી

ગુજરાતમાં શાળા શિક્ષણનો સોનેરી સૂર્ય પ્રગટ થવાની તૈયારી
ગુજરાતમાં શાળા શિક્ષણનો સોનેરી સૂર્ય પ્રગટ થવાની તૈયારી

આંતરરાષ્ટ્રીય કક્ષાની રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસેલન્સનો પ્રોજેક્ટ ગતિશીલ: પીપીપી ધોરણે નિર્માણ પામનારી શાળાઓ માટે સરકારને મળી 330 અરજીઓ: જાણીતા ડાયમંડ કિંગ, દાતાઓ, ખાનગી યુનિવર્સિટીઓ, કથાકાર રમેશ ઓઝાએ રસ દર્શાવ્યો: સમગ્ર શિક્ષાનીતિ હસ્તક ધો.6 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, લોજિંગ અને બોડિંગની વ્યવસ્થા: ઉત્કૃષ્ટ કક્ષાની શાળા બનાવનારાને સરકાર વિદ્યાર્થી દીઠ વર્ષે રૂ.60 હજાર ખર્ચ આપશે

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં શાળાકીય શિક્ષણને ગુરુકુળ અને પ્રાચીન ઋષી, પરંપરાને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર શિક્ષાનીતિ અંતર્ગત જાહેર કરવામાં આવેલા રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ માટે રાજ્ય ભરમાંથી જોરદાર પ્રતિસાદ સાપડી રહ્યો છે. પીપીપી ધોરણે નિર્માણ પામનારા પ્રોજેક્ટમાં રસ દર્શાવતી 330 અરજીઓ રાજ્ય સરકારને મળી છે. આ પ્રોજેક્ટ માટે ચાર જાણીતી ડાયમંડ અને રીયલ એસ્ટેટ પેઢી, સ્વામિનારાયણ ગુરુકુળ જેવી ધાર્મિક સંસ્થાઓ, જાણીતા દાતાઓ, ખાનગી યુનિવર્સીટીઓ, કોર્પોરેટ જગતનાં માંધાતાઓ અને એન.આર.આઈ પણ રસ બતાવી રહ્યા છે.

રાજ્યનાં શિક્ષણ વિભાગની નવી નીતિ મુજબ રચાનારી રેસીડેન્સી સ્કૂલ ધો.6 થી 12 નાં વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનાં આંતરરાષ્ટ્રીય શિક્ષણની સાથે-સાથે લોજિંગ અને બોડીંગની વ્યવસ્થા પણ પૂરી પડશે. મહત્મ 30 વર્ષ સુધીના ગાળા માટે સરકાર સાથે કરાર કરી શકાશે. આવી મિશન સ્કૂલમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા બાદ એડમીશન આપવામાં આવશે. એ માટે જિલ્લા કક્ષાનું મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં આવી 50 શાળાઓ ઉભી કરવાનું આયોજન છે.

પીપીપી મોડેલ મુજબ આ પ્રોજેક્ટમાં ખાનગી પાર્ટનરે જમીન, શિક્ષણનાં પાયાનાં માળખા, સ્ટાફ સહિત અને સંચાલન સહિતનો ખર્ચ ઉપાડવાનો રહેશે.
શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, નવા શાળા પ્રોજેક્ટ માટે ધાર્યા કરતા વધુ ઘણું પ્રતિભાવ મળ્યો છે. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા, સ્વામિનારાયણ ગુરુકુળ સુરેન્દ્રનગર યુનિવર્સીટી, સુરતની સવાણી યુનિવર્સીટી, મહેસાણાની ગણપત યુનિવર્સીટી, ગજેરા ગ્રુપ તથા એન.આર.આઈ ગુજરાતી દાતાઓ દ્વારા શાળા નિર્માણમાં રસ બતાવવામાં આવ્યો છે અને સરકારની મંજૂરી મંગાવામાં આવી છે.

ના.મુખ્યમંત્રી નીતિન પટેલએ તાજેતરમાં જણાવ્યું હતું કે, શાળા નિર્માણ માટે રસ બતાવનારી પાર્ટીઓ જમીન આપશે, શિક્ષકોની પસંદગી પણ કરશે, પાયાનું પણ તમામ માળખું ઉભું કરશે, શ્રેષ્ઠ સાધન સંરજામ અને શિક્ષણની વ્યવસ્થા આ પ્રોજેક્ટનો મુખ્ય આધાર છે. તમામ મૂળ કેપિટલ ખર્ચ પાર્ટનર કરશે જયારે સરકાર દર વર્ષે વિદ્યાર્થી દીઠ ખર્ચ પેટે આપશે. દર વર્ષે આ રકમમાં 7 ટકાનો વધારો કરાતો રહેશે.

Read About Weather here

શિક્ષણ વિભાગને પ્રોત્સાહિત કરતી બાબત એ છે કે, રાજ્યની ઘણી નામાંકિત યુનિવર્સીટીઓ શાળા શિક્ષણનાં આ પ્રોજેક્ટમાં ઝંપલાવા તૈયાર થઇ રહી છે. આ શાળાઓ માટે આંતરરાષ્ટ્રીય અલગ અભ્યાસ ક્રમ રહેશે. પ્રથમ તબક્કે બે થી માંડીને દસ હજાર વિદ્યાર્થીઓનાં સમાવવાના કેમ્પસ તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ પ્રયત્નશીલ છે. આગામી 3 થી 5 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેટલી અરજીઓ મળી છે તેમાંથી નામ પસંદ કરીને આખરી યાદીને મંજૂરી માટે મુખ્યમંત્રીને મોકલવામાં આવશે. તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. કથાકાર રમેશ ઓઝા,સવાણી ગ્રુપ, સ્વામીનારાયણ ગ્રુપ પહેલેથી જ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ નામના ધરાવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here