અહીં બર્મુડા અને ચડ્ડી પહેરીને પ્રવેશ કરવો નહીં…!

અહીં બર્મુડા અને ચડ્ડી પહેરીને પ્રવેશ કરવો નહીં…!
અહીં બર્મુડા અને ચડ્ડી પહેરીને પ્રવેશ કરવો નહીં…!

વડોદરાની પેન્શન ઓફીસનાં દરવાજે સુચનાનું પાટીયું લગાડાતા ભારે

આ કોઈ કાબુલ કે અફઘાનિસ્તાનનાં કોઈ તાલીબાની શહેરની વાત નથી. આ વાત આપણા પોતાના આધુનિક અને વિકસિત ગુજરાતનાં એટલા જ વિકાસ પામતા એક મહાનગરની સાચી ઘટના છે. વાત છે વડોદરાની જ્યાં સરકારી કચેરીએ જે પ્રકારની સુચનાનું પાટીયું માર્યું છે તેના કારણે આ કચેરીમાં આવતા લોકોને આશ્ચર્ય અને આઘાતનો આંચકો લાગ્યો છે. વડોદરાનાં કુબેર ભવનમાં આવેલી પેન્શન પેમેન્ટ કચેરીનાં દરવાજે ટીંગાડેલા પાટીયા પર એવી વિચિત્ર સુચના લખવામાં આવી છે કે, કોઈ અરજદાર કે સ્ટાફે અહીં બર્મુડા અને ચડ્ડી પહેરીને આવવું નહીં.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એક આઈ.ટી નાં વ્યવસાય તુષાર તરદેસાઈને સૌ પ્રથમ આ કચેરીમાં કડવો અનુભવ થયો. તુષારે કહ્યું કે હું કોઈ કામસર બહાર નિકળ્યો હતો ત્યારે મારા પિતાનો ફોન આવ્યો હતો એમને મળતા માસિક પેન્શન અંગે કોઈ પ્રશ્ર્ન ઉભો થયો હોવાથી હું મારૂ કામ અધૂરું મૂકી પેન્શન ઓફીસ પહોંચ્યો હતો. હું જાણકારી મેળવી રહ્યો હતો ત્યાં ઓફીસનાં એક કર્મચારી મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે અહીં બર્મુડા પહેરીને આવવાનું નથી.

Read About Weather here

શરૂઆતમાં તો મને લાગ્યું કે સ્ટાફ મઝાક કરી રહ્યો છે. આથી હું કચેરીનાં અધિકારીનાં ખંડમાં ગયો હતો એ કર્મચારી ત્યાં સુધી મારી પાછળ-પાછળ આવ્યો હતો અને મને ફરી કહ્યું કે તમે બહાર સુચના વાંચી નથી. મેં એ લખાણ જોતા જ અવાક થઇ ગયો હતો અને કામ પડતું મુકીને રવાના થઇ ગયો હતો. આ સુચનાને પગલે વડોદરામાં અરજદારોમાં ભારે વિવાદ જાગી ઉઠ્યો છે. અને ભારે વિરોધ થઇ રહ્યો છે. તુષાર જેવા અનેક અરજદારો એવા સવાલો કરી રહ્યા છે કે, શું સરકારી કચેરીમાં બર્મુડા પહેરીને જઈ ન શકાય? એમાં ક્યાં કોઈ જાતની અશ્લીલતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here