મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

ગુજરાતના રાજકારણમાં અચાનક વળાંક: ગાંધીનગરમાં ભાજપ નેતાઓની બેઠકનો ધમધમાટ

આગામી મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે કાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે : રૂપાલાના સુચક વિધાન

નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, ગોરધન ઝડફિયા અને કુંવરજી બાવળીયાના ચર્ચાતા નામો
ગુજરાતનાં રાજકારણમાં આજે એકાએક રાજકીય ભુકંપ સર્જાયો છે. રાજયનાં સંવેદનશીલ તરીકે વિખ્યાત બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એકાએક કોઇ અક્કળ કારણોસર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા રાજયભરમાં ચર્ચા અને અટકળોની આંધીનો વિસ્ફોટ થયો છે. ગુજરાતની પાંચ વર્ષ સુધી સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ જ આભાર વ્યકત કરતા રૂપાણીએ આશા દર્શાવી હતી કે, નવા નેતાના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થતો રહેશે. પક્ષ જ આગામી મુખ્યમંત્રી નક્કી કરશે.

આજે બપોરે ભાજપનાં રાજકારણને નવો વળાંક આપતી ઘટના બનતા રાજકીય નિરિક્ષકો અને રાજકીય નિષ્ણાંતો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. બપોરે 2:30 વાગ્યાના સુમારે મુખ્યમંત્રી વિજય રૂપાણી એમના મંત્રી મંડળના સાથીઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ.સંતોષી તથા કેન્દ્રીય મંત્રી અને ભાજપના ગુજરાત ખાતેના પ્રભારી ભુપેન્દ્ર યાદવને સાથે લઇ બપોરે રાજભવન પહોંચી ગયા હતા અને રાજયપાલ આચાર્ય દેવવ્રતને પોતાનો રાજીનામાં પત્રક સુપ્રત કર્યો હતો. એકાએક થયેલા રાજકીય ઘટનાક્રમને પગલે ભાજપમાં ભુકંપ સર્જાયો હતો અને ગુજરાતમાં પણ ભારે ખળભળાટ મચી ગયો હતો. ગાંધીનગર ખાતે ભાજપના નેતાઓની બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.

રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં રાજયના મુખ્યમંત્રી તરીકે મેં મારી ફરજ નીભાવી છે. પક્ષ હવે જે જવાબદારી સોંપે તે સંભાળવા માટે તૈયાર છું. આગામી મુખ્યમંત્રી પાર્ટી જ નક્કી કરશે. મેં રાજીખુશીથી રાજીનામું આપ્યું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

દરમ્યાન ગાંધીનગરમાં હાજર કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી પરસોતમ રૂપાલાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, આવતીકાલ સુધીમાં નવી નેતાગીરી અંગેનું સ્પષ્ટ થઇ જશે. નવા નેતાને પસંદ કરવા માટે ભાજપના ધારાસભ્યની બેઠક યોજાય તેવી શકયતા છે.

એકાએક સર્જાયેલા આ ઘટના ક્રમને પગલે ભાજપના અન્ય કોઇ ટોચના નેતાઓને મીડિયા સમક્ષ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.અને મૌન રહેવાનું પસંદ કર્યુ હતું. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? એ વિશે ભાજપમાં અને રાજકીય નિરીક્ષકોમાં અનુમાનો અને ચર્ચા વિચારણા શરૂ થઇ ગયા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન સહકાર આપવા બદલ ભાજપનો પણ આભાર વ્યકત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ લડાશે.

Read About Weather here

આવતીકાલ સુધીમાં મુખ્યમંત્રીનું નામ સ્પષ્ટ થઇ જવાની શકયતા આધાર ભુત વર્તુળોએ વ્યકત કરી છે. અત્યારે રાજકીય અને મીડિયા વર્તુળોમાં નવા નેતા તરીકે ના.મુખ્યમંત્રી નીતિન પટેલ, પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, ગોરધન ઝડફિયા જેવા નામો ચર્ચાય રહયા છે. દરમ્યાન રૂપાલાએ એવા સુચક વિધાન કર્યો હતા કે પક્ષ નવા મુખ્યમંત્રી નક્કી કરશે પણ મને જે જવાબદારી આપે તે નિભાવવા તૈયાર છું. પણ સાચુ ચીત્ર આવતીકાલે જ સ્પષ્ટ થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here