કોઠારીયામાં સાસરીયાના ત્રાસથી કંટાળી પરણિતાનો ઝેરી દવા પી આપધાત

કોઠારીયામાં સાસરીયાના ત્રાસથી કંટાળી પરણિતાનો ઝેરી દવા પી આપધાત
કોઠારીયામાં સાસરીયાના ત્રાસથી કંટાળી પરણિતાનો ઝેરી દવા પી આપધાત

તહેવારમાં માવતરે જવા બાબતે અને અન્ય સ્ત્રી સાથે પતિના આડાસંબધ બાબતે દંપતી વચ્ચે ચાલતા ઝધડામાં કંટાળીને બહેને પગલુ ભર્યાનું નાનાભાઇનો આક્ષેપ, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

શહેરના કોઠારિયામાં રહેતી કોળી પરણિતાએ વહેલી સવારે પતિ સહિત સાસરિયાંના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બનાવ અંગે આજીડેમ પોલીસે આપઘાત કરવા મજબૂર કર્યા અંગે સાસરિયાં પક્ષ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા રીનાબેન વિજય ખીમજી પરમાર (ઊ. વ 28) એ આજે વહેલી સવારે ઘર કંકાસ થી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ અને પતિ ખીમજીને ફોન કરી જાણ કરી હતી.બનાવ અંગેની જાણ થતાં પતિ ભાઈ એ ઘરે દોડી જઇ બેશુદ્ધ હાલતમાં પરણિતાને સારવાર અર્થે પ્રથમ મવડીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું.પરતું સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

બનાવના પગલે આજીડેમ પોલીસ સ્ટેશનના પી આઇ વી.જે ચાવડા, રાઈટર સહિતના સ્ટાફે સિવિલ દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. કોળી પરણિતાના આપઘાત અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મૃતક રીનાબેન ના નાના ભાઈ પંકજ ડાભીનાં જણાવ્યા અનુસાર અગાઉ પણ બહેને કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો.

ખીમજીને અન્ય સ્ત્રી સાથે પણ સબંધ હોવાથી અવાર નવાર ઝગડા ચાલતા હતા.આજે સવારે બહેન ઝેરી દવા પીધા બાદ પણ સાસરિયાં પક્ષના લોકો સમયસર સારવાર અર્થે પણ લઈ ન ગયા હોવાનું જણાવતા આજીડેમ પોલીસે તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.

મૃતક પરણીતાને સંતાનમાં એક દિકરો છે અને એક દિકરી છે. પરણીતાના પાંચ વર્ષ પહેલા વિજય પરમાર સાથે લગ્ન થયા હતા. પતિ ડ્રાઇવીંગ કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો.

એક વર્ષ પૂર્વે પણ દંપતી વચ્ચે ઝઘડો થતા પરણિતા માવતર ચાલી આવી હતી અને 15નું ટુકુ રોકાણ કર્યુ હતું. માં-બાપની સમજાવટ બાદ પુત્રી સાસરીએ ચાલી ગઇ હતી.

Read About Weather here

પરંતુ પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અંતે આત્મધાતી પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં પણ ખુલવા પામ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here