આણંદપર-નવાગામના 11 ખુલ્લા પ્લોટની જાહેર હરરાજી થશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા
22 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે પ્લોટોની હરરાજી થશ

શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા અમદાવાદ હાઇવે પરના અતિ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવાનું રૂડાની ગત બોર્ડ બેઠકમાં નકકી થયેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

રૂડા ટ્રાન્સપોર્ટનગર (આણંદપર – નવાગામ)ના કુલ – 11 ખુલ્લા પ્લોટોની પ્રથમ તબકકામાં જાહેર હરાજી આગામી તા.22ના રોજ કરવામાં આવેલ છે.

આણંદપર(નવાગામ)નાં રેવન્યુ સર્વે નં.207 પૈકી રૂડા ટ્રાન્સપોર્ટનગર ઔધોગિક ઝોનમાં આવેલા 70.0 ચોરસ મીટરથી 312.0 ચોરસ મીટર સુધીનાં કુલ 11 (અગિયાર) પ્લોટની જાહેર હરાજી રૂડા ટ્રાન્સપોર્ટનગર કોમર્શીયલ કોમ્પલેક્ષ,

સાત હનુમાન મંદિરની બાજુમાં અમદાવાદ નેશનલ હાઈવે આણંદપર(નવાગામ) ખાતે તા.22નાં રોજ સવારનાં 9 કલાકે રાખવામાં આવેલ છે. પ્લોટની જાહેર હરાજીમાં ભાગ લેવા માટે દરેક આસામીએ સ્થળ પર હાજર રહી

ઓછામાં ઓછા રૂ.1,00,000 અને વધુમાં વધુ રૂ.2,00,000 રોકડા અથવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં નામનાં ડિમાન્ડ ડ્રાફટથી ડિપોઝીટ કરવાનાં રહેશે. પ્લોટ વેંચાણ રાખનારે બાકી અવેજની 75% રકમ સત્તામંડળને દિવસ-60 માં ભરપાઈ કરવાની રહેશે.

મોડી ભરપાઈ કરવાના કિસ્સામાં 18% મુજબ સાદુ વ્યાજવસુલવામાં આવશે, પરંતુ વેંચાણ રાખનાર બાકી અવેજની 75% રકમ વધુમાં વધુ દિવસ-120 સુધીમાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઈ કરેલ 25% રકમ ખાલસા કરવામાં આવશે.

પ્લોટ ખરીદનારે રૂડા ટ્રાન્સપોર્ટનગર એસોસીએશનના સભ્ય બનવાનું રહેશે. હરાજી અંગેનો આખરી નિર્ણય મુખ્ય કારોબારી અધિકારીનો રહેશે.

Read About Weather here

વિશેષ માહિતી સત્તામંડળની વેબ સાઈટ ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞળ પરથી તથા એસ્ટેટ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાથી મળી શકશે. તેમ મુખ્ય કારોબારી અધિકારીએ જણાવ્યું છે.(1.14)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here