મોતીચુર લાડુના નમુના લેવાયા

મોતીચુર લાડુના નમુના લેવાયા
મોતીચુર લાડુના નમુના લેવાયા

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા
પાણીપુરીનું પાણી, વાસી બટેટા, સોસ અને મંચુરીયનનો સ્થળ પર નાશ કરાયો

મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત તા.7 નાં રોજ કોઠારીયા રોડ વિસ્તારમાં રેકડી તથા દુકાનોમાં 20 ફૂડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરાઈ હતી. ચકાસણી દરમિયાન વાસી અખાદ્ય કુલ 4 કિ.ગ્રા. રગડો, વાસી 4 કિ.ગ્રા. બટેટા, 2 કિ.ગ્રા. સોસ, 2 કિ.ગ્રા. મીઠી ચટણીનો સ્થળ પર નાશ કરાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પાણીપૂરીનાં પાણી, ચટણી, બટેટા માવામાં ખતરનાક ઈ-કોલાઇ બેકટેરીયા મળ્યા હતા.

ગણેશચતુર્થીનાં તહેવારમાં મહાપ્રસાદ તરીકે મોતીચુર લાડુનો બહોળા પ્રમાણમાં થતો હોય જાહેરજન આરોગ્ય હિતાર્થે મનપાની ફૂડ શાખા દ્વારા મોતીચુર લાડુ (લુઝ) નાં 6 નમુના લેવાય છે.

આજે કોઠારીયા રોડ વિસ્તારમાં રેકડી તથા દુકાનોમાં કુલ 11 ફૂડ બિઝનેસ ઓથોરેટરની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વાસી અખાદ્ય 7 લીટર પાણીપૂરીનું પાણી, વાસી 9 કિ.ગ્રા. બટેટા, 7 કિ.ગ્રા.સોસ અને 6 કિ.ગ્રા. વાસી મંચુરીયનનો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

ખેતેશ્ર્વર સ્વીટ, સુભાષનગર મે. રોડ, કેશવ વિદ્યાલય પાસે, કોઠારીયા રોડ, શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, ન્યુ સૂર્યોદય સોસાયટી, માધવ હોલ પાસે, સાક્ષી ગૃહ ઉદ્યોગ, તિરૂપતિ સોસાયટી શેરી નં. 2, કોઠારીયા ચોકડી, કોઠારીયા ર્રીંગ રોડ,

ગજાનન સોનપાપડી ગૃહ ઉદ્યોગ, ગણેશનગર શેરી નં.10, ગણેશ ડેરીની બાજુમાં, કોઠારીંયા રીંગ રોડ, જય બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર 19/6 કોર્નર,

Read About Weather here

રામાપીર ચોકડી, 150થ રીંગ રોડ અને શિવશક્તિ ગૃહ ઉદ્યોગ, મવડી પ્લોટ – 4, રેલ્વે પાટા તરફની શેરી, મવડી પ્લોટ ખાતેથી મોતીચુરાનાં લાડુ (લુઝ) નાં નમુના લેવામાં આવ્યા છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here