બાળકો પર કોઈ ભાષા ધરાર લાદવી જોઈએ નહીં: ઉપરાષ્ટ્રપતિ

બાળકો પર કોઈ ભાષા ધરાર લાદવી જોઈએ નહીં: ઉપરાષ્ટ્રપતિ
બાળકો પર કોઈ ભાષા ધરાર લાદવી જોઈએ નહીં: ઉપરાષ્ટ્રપતિ

માતૃભાષાની સાથે સાથે હિન્દી પણ શીખવી જરૂરી છે
રાજસ્થાનમાં હાઇ-વે પર ઉતરશે લડાકુ વિમાન, ખાસ એર સ્ટ્રીપનું ઉદ્ધાટન કરતા રાજનાથસિંઘ-ગડકરી

ઉપરાષ્ટ્રપતિ એમ.રેન્કૈયા નાયડુએ બાળકો પર કોઈ ભાષા શીખવાનું દબાણ નહીં કરવાની સલાહ આપી હતી અને જણાવ્યું હતું કે, માતૃભાષાની સાથે સાથે હિન્દી શીખવું પણ જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચેન્નાઈ ખાતે ક્રિયા યુનિવર્સીટીમાં સમાજ વિજ્ઞાન અને માનસ શાસ્ત્ર માટેનાં એડવાન્સ સ્ટડી સેન્ટરનું ઉદ્દઘાટન કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈ પણ ભાષા સમાજવાનો મુખ્ય હેતુ લોકો સાથે સરળતાથી વાતચીતનો રહ્યો છે.

આપણા દેશમાં બહુમતી લોકો હિન્દી ભાષા બોલે છે. જો એ લોકો સાથે જ તમે વાતચીત કરી ન શકો તો કોઈ મતલબ રહેતો નથી.

નાયડુએ જણાવ્યું હતું કે, હિન્દી નહીં શીખીને મેં મારૂ જ નુકશાન કર્યું હતું. તે હકીકતની મને દિલ્હી આવીને જ જાણ થઇ હતી. એ પછી મેં હિન્દી શીખવાનું શરૂ કર્યું હતું અને એટલે જ આ સ્થાને પહોંચી શક્યો છું.

જો તમે વધુને વધુ લોકો સુધી તમારા વિચારો પહોંચાડી વાતચીત કરવા માંગતા હોવ તો તમારે એ મોટા વર્ગની ભાષા શીખવી જોઈએ. બાળકો ઉપર પણ કોઈ ચોક્કસ ભાષા શીખવાનું દબાણ ન કરવું જોઈએ.

Read About Weather here

કોઈ ભાષાનો વિરોધ નહીં કે કોઈનું દબાણ નહીં એ નીતિ હોવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here