છેલ્લા 50 દિવસમાં ત્રીજો ભાવ વધારો

છેલ્લા 50 દિવસમાં ત્રીજો ભાવ વધારો
છેલ્લા 50 દિવસમાં ત્રીજો ભાવ વધારો

દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂા.20 નો વધારો

વરસાદ ખેંચાતા દૂધ ઉત્પાદકોને આર્થિક મદદરૂપ થવા માટે લેવાયો નિર્ણય: ચેરમેન ગોરધન ધામેલીયા

રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયાની અધ્યક્ષતામાં સંઘ સાથે જોડાયેલા 50 હજાર દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને પ્રાધાન્ય આપીને દૂધના ખરીદભાવમાં વધારો કરવાનો સરાહનીય નિર્ણય કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલકોને આર્થિક મદદરૂપ થવા દૂધના ખરીદભાવમાં કિલો ફેટે રૂ.20નો વધારો કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે પશુપાલકોને મુશ્કેલીના સમયે આર્થિક સહયોગ મળી રહેશે.

દૂધ સંઘ દ્વારા તા.1-4-21 થી કિલો ફેટના 650 આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી.

પરંતુ હાલની ચોમાસાની પરિસ્થિતિ અને કપાસીય ખોળના ભાવોને ધ્યાનમાં રાખીને 5 માસના ગાળામાં રૂા.50નો ભાવ વધારો કરી ઉત્પાદકોના હિતમાં સંઘના મેનેજમેન્ટે નિર્ણય કરેલા છે સંઘ દ્વારા છેલ્લા 50 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો કરેલ છે.

Read About Weather here

રૂ .20 નો ભાવ વધારો કરી આગામી તા.11-9 થી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂ.700 ચૂકવવાનો નિર્ણય કરેલ છે. દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂ .695 લેખે ચૂકવશે તેવી જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તરફથી કરવામાં આવેલ છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here