મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે !!

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે !!
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે !!

6 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરતું હેમુ ગઢવી નાટય ગૃહ

18મીથી નાટ્યગૃહનું બુકિંગ શરૂ કરાશે, નવી અઘતન સાઉન્ડ અને લાઈટ સિસ્ટમ

માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટ્યગૃહે હવે નવા રંગરૂપ ધારણ કર્યા છે. હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરુ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.

હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટ્યગૃહ ઉપલબ્ધ બન્યું છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટ્યગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું.

ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટ્યગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે. તા.18 મી સપ્ટેમ્બરથી આ નાટ્યગૃહનું બુકિંગ શરુ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે !! કરાશે
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, સરગમ કલબના ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના લોકો તસવીરમાં નજરે પડે છે.

તેમણે કહ્યું હતું કે, નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે.

આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન રૂમમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ નવા અદ્યતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં 4 હજાર રૂપિયા ભાડું અને 12 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેક્સ, લાઈટ-એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિક્યોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ નાટ્યગૃહ માટે સવારે 8 થી 1, બપોરે 2 થી 7 અને રાત્રે 8 થી 1 એમ ત્રણ શિફ્ટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે 9 થી 1 અને 4 થી 7 નો રહેશે.

કોઈ પૂછપરછ માટે ફોન નંબર 2465994 ઉપર સંપર્ક કરવાનો રહેશે.જો કે, બુકિંગ ફોન ઉપર નહી કરવામાં આવે અને નિયત ફોર્મ ભર્યું હશે તેનું બુકિંગ જ માન્ય ગણવામાં આવશે.

આ નાટ્યગૃહનાં નવીનીકરણમાં રાજ્ય સરકારના રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ (આઇએએસ) ઉપરાંત યુવક સેવા વિભાગના કમિશનર પી.આર.જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, પી.ડબલ્યુ.ડી ( શહેર માર્ગ મકાન વિભાગ )ના કાર્યપાલક ઈજનેર નિતેશ કે.કામદાર, નાયબ કાર્યપાલક ઈજનેર રાજેશ્વરી નાયર, મદદનીશ ઈજનેર પારસ કોઠીયા, કાર્યપાલક ઈજનેર ( વિદ્યુત ) ડી.ડી.શેખલિયા, નાયબ કાર્યપાલક ઈજનેર ( વિદ્યુત ) ગૌરાંગ નાંઢા, મદદનીશ ઈજનેર પ્રતિક્ષા પટેલ અને યુથ બોર્ડના અધિકારી નયનભાઈ થોરાટ વગેરેએ સતત જહેમત ઉઠાવી હતી.

આ નાટ્યગૃહના મેનેજર તરીકે ભરતભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ શેઠ ( ઇન્ચાર્જ) અને જયસુખભાઈ ડાભી ( સહ ઇન્ચાર્જ ) તરીકે સેવા આપશે. સંપૂર્ણ જવાબદારી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંભાળશે.

Read About Weather here

આ પત્રકાર પરિષદમાં સરગમ ક્લબના ચેરમેન વજુભાઈ વાળા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ ઉકાણી. સ્મિતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, વિનોદભાઈ પંજાબી, જયેશભાઈ વસા,

શિવલાલભાઈ રામાણી ઉપરાંત નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, લલીતભાઈ રામજીયાની, કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ મકવાણા,. રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે મધુરિકાબેન જાડેજા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને જયસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here