ત્રિશલા નંદનને હૈયાના હેતથી વધાવતો જૈન સમાજ

ત્રિશલા નંદનને હૈયાના હેતથી વધાવતો જૈન સમાજ
ત્રિશલા નંદનને હૈયાના હેતથી વધાવતો જૈન સમાજ

પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે જિનાલયોમાં પ્રભુ મહાવિર જન્મ વાંચન

દેરાસરોમાં સવારથી માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નાઓ ઉતારવાનો લાભ લેતા ભાવિકો: ભગવાન મહાવિર સ્વામીના અક્ષત વધામણા

જૈનોના પર્વાધિરાજ પર્યુષણના દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યા છે. મૂર્તિપૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ તથા સ્થાનકવાસી જૈનોમાં આજે ચોથા દિવસની ઉજવણી થઇ રહી છે. સમસ્ત જૈન સમાજમાં નાની-મોટી તપશ્ચર્યા થઇ રહી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જૈન દર્શનમાં મન અને કાયાની શુધ્ધિ ગુરૂ ભગવંતોના શ્રીમુખે આચાર્ય ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્રના બે વ્યાખ્યાનો સંપન્ન થયા.

આજે સવારે અથવા બપોરે સંઘોમાં પૂ. ગુરૂદેવોના શ્રીમુખે કલ્પસૂત્રના વાંચન દરમિયાન ભવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન તથા માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નાનું વર્ણન થયું. દરેક સ્વપ્નાની ઉછામણી થઇ લાભાથી પરિવારે સ્વપ્નને હૈયાના હેત થી અક્ષત દ્વારા વધાવ્યુ ફુલની માળા વડે સ્વપ્નને સુશોભિત કરીને સ્વપ્નના પ્રતિકને મસ્તક પર મુકીને વધામણા કર્યા. આજે જીનાલયોમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં.

ત્રિશલા રાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં 14 સ્વપ્નો જોયા. જેમાં ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન ગઇકાલે કરાયું હતું.

સ્વપ્નએ સર્જનની ભૂમિકા બતાવે છે. ત્રિશલા રાણીએ ચૌદ સ્વપ્ન જોયા. તેથી તે તીર્થકરતું સર્જન રનારી બની. ત્રિશલા રાણીએ સ્વપ્નમાં પ્રથમ સિંહ જોયો. એવી જ રીતે મરૂદેવા માતાએ પ્રથમ વૃષભ જોયો. છતાં રર તીર્થકર માટે જુદુ વર્ણન કરવાનું ન રહે તેથી સામાન્ય સ્વપ્ન વર્ણનમાં હાથીથી શરૂઆત કરવામાં આવી છે. શેષ 10 સ્વપ્નોઓનું વર્ણન આજે કરવામાં આવેલ. સ્વપ્નાઓ ઉતારવાના અને ઘોડીયા પારણાના ચઢાવા અંતરના ઉલ્લાસ સાથે થયા હતાં.

જૈન સમાજ પર્યુષણ મહાપર્વની ભકિતમાં લીન છે. આજે ત્રિશલામાતાના ચૌદ સ્વપ્નોની વધામણી કરાઇ હતી. મહાવીર જન્મ વાંચનમાં વીર પ્રભુને પારણે ઝૂલાવાયા હતાં. માતા ત્રિશલાને આવેલ સ્વપ્નાઓના ઘી બોલાયા હતાં.

આજે પૂ. ગુરૂ ભગવંતોએ માતા ત્રિશલાના અન્ય દસ સ્વપ્નો ફુલની માળા, ચંદ્ર, સૂર્ય, ધની, પૂર્ણ કળશ, પદ્મસરોવર, સમાકર, દેવવિમાન, રત્નનો ઢગલો, ધુમાડા વગરની અગ્નિ શીખા વગેરેનું વર્ણન કર્યુ. જૈનોએ પ્રભુ વીરના જન્મનું વર્ણન અનેરા ધર્મોલ્લાસ સાથે સાંભળ્યું.

Read About Weather here

જિનાલયમાં આજે મહાવીર જન્મવાંચન કરાયુ હતું. ત્રિશલા માતાના સ્વપ્નાઓને વધાવાયા હતાં. જેમાં શ્રાવકો લાભ લઇ ધન્ય બન્યા હતાં. જેમાં એક પછી એક સ્વપ્નાઓ થકી શ્રાવિકો ભકિતમાં ડૂબ્યા હતાં. પ્રભુજીને અલૌકિક આંગી કરવામાં આવી હતી. મહાવીર જન્મ વાંચન દરમિયાન ભકિત – સંગીત ગવાયું હતું. જૈન જૈનેતરો દ્વારા પ્રભુ મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં. સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છના જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાયો.

મહાપર્વ પર્યુષણના પાંચમા દિવસે મહાવીર સ્વામી જન્મ વાંચન બાદ મૂર્તિપૂજક સંઘોમાં વર્ષોની પ્રણાલી મુજબ સંઘ જમણનું આયોજન થાય છે. પણ ગત વર્ષથી કોરોના મહામારીના કારણે સંઘ જમણ યોજાયેલ નહી. અને આ વર્ષે પણ કોવીડ ગાઇડ લાઇન મુજબ મૂર્તિપૂજક સંઘોમાં સંઘ જમણનું આયોજન કરાયુ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here