આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો, હવે 28 ટકા મળશે

   મોંઘવારી ભથ્થાનો લાભ સપ્ટેમ્બર માસના પગારથી મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં કરી જાહેરાત.

2. હવે અફઘાનિસ્તાનમાં પડદામાં ભણતર: છોકરીઓ બુરખો પહેરીને શાળામાં જશે, વર્ગમાં પણ લગાવાશે પડદો, જેથી છોકરા-છોકરીઓ એકબીજાને જોઈ ન શકે

  તાલિબાને છોકરાઓને કડક સૂચના આપી છે કે તેઓ છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ ન કરે

Visit Saurashtra Kranti Homepage here

3. હરિયાણાના અસિસ્ટન્ટ પ્રોફેસરે બાળકનાં રડવાનું કારણ જણાવતું સ્માર્ટ બ્રેસ્લેટ બનાવ્યું, પેરેન્ટ્સને મોબાઈલ પર અલર્ટ આપશે

બ્રેસ્લેટ ક્ધટ્રોલ યુનિટમાં રહેલાં અઈં સેમ્પલ્સ સાથે રિયલ ટાઈમ ડેટાની સરખામણી કરશે. બાળકનાં રડવાનું સંભવિત કારણ પેરેન્ટ્સનાં મોબાઈલ પર જણાવી તેમને અલર્ટ કરશે

4. મેડ ઈન્ડિયા આઈફોનની ડિમાન્ડ: ભારતમાં વેચાનારા 70% આઈફોનનું ઉત્પાદન સ્વદેશી, પ્રોડક્શન વધારવા માટે કંપની 4700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

પ્રોડક્શન લિંક્ડ ઈનિશિએટિવથી એપલને 2 વર્ષમાં 30%નો ફાયદો થયો. એપલ તેનો બિઝનેસ વધારવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ કરે તેવી સંભાવના

5. નિવૃત્ત દાદા થાઈલેન્ડના જંગલમાં રસ્તો ભૂલી જતા ખોવાઈ ગયા, વરસાદનું પાણી પીને 3 દિવસ જીવિત રહ્યા, રેસ્ક્યુ ટીમે ટાઈમે જીવ બચાવ્યો

 લિઓનાર્ડ ભૂલથી બીજા રસ્તે ચડી જતા જંગલમાં ફરતા રહ્યા. ત્રણ દિવસથી અન્નનો એક દાણો પેટમાં ગયો નહોતો

6. દુનિયામાં દર 5 માંથી એક વ્યક્તિનાં મૃત્યુનું કારણ અયોગ્ય ભોજન, આ રોકવા માટે તમારી અડધી ભૂખ ફળ અને શાકભાજીથી સંતોષો

  સ્થૂળતા 12 પ્રકારનાં કેન્સરને આમંત્રણ આપે છે. શરીરમાં સોડિયમના વધારે પ્રમાણને લીધે બ્લડ પ્રેશર વધે છે

7. સુરતની ડાયમંડ હોસ્પિટલના 8 વર્ષના ઈતિહાસમાં એક જ દિવસમાં 22 બાળકોનો જન્મ થતાં હરખની છોળો ઉડી

10 દીકરીઓ અને 12 દીકરાના પરિવાર અને હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી. પરિવારની સાથે હોસ્પિટલ દ્વારા ઉજવણી કરવામાં આવી

8. કંગનાને ઝટકો: ‘થલાઈવી’ની રિલીઝનો મલ્ટીપ્લેકસ માલિકોએ ઈન્કાર કર્યો

    સિનેમા માલીકો સખ્ત કોરોના પ્રોટોકોલથી ડરેલા છે: કંગનાએ મુશ્કેલીમાં સાથ આપવા અપીલ કરી

Read About Weather here

9. ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત: શોએબ મલિકને પડતો મુકાયો

  કોઈ ચોંકાવનારું નામ નહીં: હફીઝને તક અપાઈ: ટીમની કમાન બાબર આઝમ સંભાળશે: 24 ઓક્ટોબરે ભારત સામે પહેલો મુકાબલો

10. ઓછા વરસાદથી જળાશયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાણીનો સૌથી ઓછો જથ્થો

  મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે. મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here