અફઘાનિસ્તાનમાં સુરત કાપડ ઉદ્યોગના 4 હજાર કરોડ ફસાયા

અફઘાનિસ્તાનમાં સુરત કાપડ ઉદ્યોગના 4 હજાર કરોડ ફસાયા
અફઘાનિસ્તાનમાં સુરત કાપડ ઉદ્યોગના 4 હજાર કરોડ ફસાયા

દેશના અગ્રણી ઉદ્યોગને કાબુલ કટોકટીને કારણે મોટો ફટકો: અફઘાનિ લોકો પાઘડી માટે રેશમ કાપડ અને રેડીમેટ કપડાની ખરીદી કરે છે: અત્યારે દેશ કે દેશની બહારના કોઇ ચુકવણા નહીં કરવા સ્થાનિક બેંકોને આદેશ

અફઘાનિસ્તાનની કટોકટીને કારણે અને સત્તા તંત્ર બદલાયા બાદ સુરત કાપડ ઉદ્યોગ સંકટમાં મુકાય ગયો છે. અફઘાનિસ્તાનમાં અત્યારે બેંકીગ વ્યવહાર બંધ હોવાથી સુરત કાપડ ઉદ્યોગના રૂ.4 હજાર કરોડથી વધુ ફસાયા છે. અફઘાનિસ્તાનના લોકો સુરતમાંથી પાઘડી માટે રેશમ, કાપડ અને રેડીમેન્ટ કપડાની મોટા પાયે ખરીદી કરે છે. એટલુ જ નહીં ભારતમાંથી મોટા રૂમાલ, પઠાણી ડ્રેસ અને ફકતાનની પણ મોટા પાયે ખરીદી થતી હોય છે. માલ-સામાન પેટે લેણી નીકળતી રૂ.4 હજાર કરોડથી વધુની રકમ ફસાય ગઇ હોવાનું કાપડ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.

Read National News : Click Here

સુરત ડેક્ષટાઇલ વેપારી ફ્રેડ્રેશનના મહામંત્રી ચાપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંક દ્વારા ત્યાની તમામ બેંકોને દેશની અંદરના કે બહારના કોઇ ચુકવણા હાલ તુરત નહીં કરવા આદેશ આપ્યો છે. અગાઉ આપણે અહીંથી કાપડ અને તૈયાર વસ્ત્રો દુબઇ થઇને અફઘાનિસ્તાન મોકલતા હતા. એ પછી હવે બાંગ્લાદેશ થઇને માલ ત્યા મોકલાતો હતો કેમ કે, એ માર્ગે માર્ગ મોકલવાનું વધુ સસ્તુ પડે છે. પરંતુ હવે નિકાસ અટકી પડી છે અને બાકી નિકળતી રકમ પણ કયારે મળે એ નક્કી નથી.

Read About Weather here

ફેડ્રેશને તમામ આયત-નિકાસકારોને કોઇ પગલુ ભરતા પહેલા રાહ જોવાની સલાહ આપી છે. કેમ કે, છેલ્લા એક અઠવાડીયામાં ડોલરની સામે રૂપિયામાં પણ જબરો ધસારો થયો છે. જેનાથી નિકાસકારોને તો ફાયદો થાય પણ આયાતકારોને મોટુ નુકશાન થઇ શકે છે. અત્યારે અફઘાનિસ્તાનની મુખ્ય બેંક સ્થાનિક બેંકોને પુરતા પ્રમાણમાં ડોલર આપવાની નથી આ થી ત્યાંના વેપારીઓ નિકાસકારોને ચુકવવાની સ્થિતિમાં નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here