આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. તાલિબાનના ડરથી અફઘાન મહિલાઓનાં શેલ્ટર હોમ બંધ; પરિજનોને ધમકાવ્યા તો સ્ટાફે ઘરમાં આશરો આપ્યો

    આશ્રયસ્થાનોના સંચાલકોને હત્યા અને ગંભીર પરિણામની ધમકીઓ

2. કોરોનાની ત્રીજી લહેરનો ભય:સુરતમાં આ વર્ષે 70 હજારની જગ્યાએ 30 હજાર મૂર્તિ સ્થાપાશે, ચાર હજાર મંડળો ઘરે જ પૂજા કરશે, SOP મોડી જાહેર થતાં આયોજનો ઘટ્યાં

  સ્થાપના આડે હવે માંડ 4 દિવસ બાકી હોવા છતાં 3થી 4 ફૂટની 3 હજાર અને 2 ફૂટ સુધીની 18 હજાર મૂર્તિનાં જ બુકિંગ. સમયના અભાવે 40 હજારથી વધુ મૂર્તિઓની ડિમાન્ડ પૂરી કરવી શક્ય ન હોવાથી મૂર્તિઓના ભાવ 2થી 3 ગણા વધી ગયા. 3500 મંડળો સાર્વજનિક ધોરણે સ્થાપના કરશે

Visit Saurashtra Kranti Homepage here

3. જિયોના 5 વર્ષ પૂરા:કંપનીનો દાવો, દેશમાં ડેટાની કિંમત 93% ઘટી, જિયોના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

ભારતમાં ઇન્ટરનેટની શરૂઆતને 26 વર્ષ પૂરા થયા છે. ડેટાની કિંમતમાં થયેલા ઘટાડાને લીધે ડેટાનો વપરાશ અને ઇન્ટરનેટ યુઝર્સનો ઘણો વધારો થયો

4. યુવકના પિતાનો આક્ષેપ:સુરતના પાંડેસરાના વિદ્યાર્થીનું વેક્સિન લીધા બાદ મોત થયું, M.Comમાં ભણતા યુવકે કોલેજમાં રસી મુકાવી હતી

     9 દિવસથી બીમાર રહેતાં શનિવારે સિવિલમાં ખસેડાયો હતો

5. ધોરણ 12 પાસ યુવકે નકામી વસ્તુઓમાંથી ટર્બાઇન બનાવ્યું; ગામના 150 ઘરમાં ઉજાસ પથરાયો, હવે તમામ ગ્રામજનોને મફત વીજળી મળી રહી છે.

 ગામના દરેક પરિવારે દર મહિને મેઇન્ટેનન્સના 80 રૂ. આપવાના

6. GTUની 100 એકર જમીનમાં 225 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનું ગ્રીન ઝોન કેમ્પસ તૈયાર કરશે

  પાણીનું એકપણ ટીપું વેડફાશે નહીં અને 50% વીજળી સૌર ઊર્જાથી મેળવાશે. જીટીયુની 100 એકરની જમીનમાં 225 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરનુ ગ્રીન ઝોન કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. આ ઓગસ્ટ મહિનાથી શરૂ થનારી કેમ્પસ ડેવલપમેન્ટની પ્રક્રિયા ઓગષ્ટ 2023 સુધીમાં સંપૂર્ણ કેમ્પસ માળખાકીય સવલતોથી સુસજ્જ કરાશે.

7. ગુજરાત રસીમાં મોખરે:76% વસતિને સિંગલ ડોઝ, રાજ્યમાં 7 મહિનામાં 4.91 કરોડને રસી; ગામડાંમાં 67%, શહેરોમાં 32% વેક્સિનેશન

   કુલ વસતિના પ્રમાણમાં અત્યાર સુધી થયેલા રસીકરણમાં ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતાં સૌથી આગળ છે. ગુજરાતમાં રસી મેળવવાને લાયક કુલ વસતિના 76 ટકા લોકો સિંગલ ડોઝ મેળવી ચૂક્યા છે. રાજ્યમાં 27 ટકા વસતિએ બન્ને ડોઝ મેળવી લીધા છે. ગુજરાત પછી બીજા ક્રમે કેરળ છે, જ્યાં કુલ વસતિના 73ને સિંગલ તો 27 ટકાને બન્ને ડોઝ મળ્યા છે.

8. ઓછા વરસાદથી જળાશયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાણીનો સૌથી ઓછો જથ્થો

   મુંબઈને આખું એક વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે. મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે.

Read About Weather here

9. પેરાલિમ્પિક્સમાં 54 ખેલાડી 19 મેડલ લાવ્યા, ઓલિમ્પિક્સમાં 126 ખેલાડી 7 મેડલ લાવ્યા

   ટોક્યો પેરાલિમ્પિકનું રવિવારે સમાપન થયું છે. અત્યાર સુધીના ઐતિહાસિક અને દિવ્ય પ્રદર્શન સાથે ભારતે 19 મેડલ જીત્યાં. મેડલ ટેલીમાં ભારત 24માં ક્રમે રહ્યું. આ ભારતનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. પેરાલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ગત મહિને સમાપ્ત થયેલા ઓલિમ્પિક રમતો(7 મેડલ) કરતાં સારું રહ્યું. છેલ્લે દિવસે રવિવારે પણ ભારતને વધુ બે મેડલ મળ્યાં. બંને બેડમિન્ટનમાં મળ્યાં. કૃષ્ણા નાગરે 5મો ગોલ્ડ અપાવ્યો તો નોઈડાના ડીએમ સુહાસ યથિરાજે સિલ્વર મેડલ જીત્યો.

10. બીજીવાર પિતા બન્યો જોસ બટલર, ઇંગ્લિશ ક્રિકેટરના ઘરે દીકરીનો જન્મ

    જોસ બટલર 2019માં પિતા બન્યો હતો, પહેલી દીકરીનું નામ જ્યોર્જિયા રાખ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here