ગુજરાતના સિંહો માટે ૧૦૬૦ કરોડનો પ્રોજેક્ટ

સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી: સંસદીય સમિતિનો મત
સિંહો માટે સુરક્ષિત વિસ્તારો જરૂરી: સંસદીય સમિતિનો મત

નવા વનમંત્રીએ વિવિધ પ્રવૃતિઓ મુદ્દે સમીક્ષા બેઠક યોજી

કેન્દ્ર સરકારે માંગણી કરેલ ખર્ચની અડધી રકમ 10 વર્ષના સંવર્ધન પ્રોજેક્ટ મંજુર થશે

રાજ્ય સરકાર દ્વારા 40 ટકા ભોગવવો પડશે બાકીના 60 ટકા કેન્દ્ર સરકાર આપશે

ગુજરાતનાં ઓળખસામાં એશિયાઇ સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આશરે રૂ. 1060 કરોડનો પ્રોજેક્ટ જાહેર કરશે. રાજ્ય સરકારની માંગણી કરતા પ્રોજેક્ટ ખર્ચ અડધો કરી દેવાયો છે. ગત વર્ષ ઓગસ્ટમાં પ્રોજેક્ટ માટે રૂ.2 હજારનો પ્રસ્તાવ મોકલાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

નવા કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે પહેલી વિસ્તૃત બેઠક યોજી હતી. જેમાં પ્રોજેક્ટ લાયન સહિત રાજ્યનાં અન્ય વિવિધ વનવિભાગની પ્રવૃત્તિઓ સંદર્ભે ગુરૂવારે અમદાવાદ એનેકસી ખાતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય વનસચિવ એવા ગુજરાત કેડરના સિનીયર આઈ.એ.એસ. આર.પી.ગુપ્તા, કેન્દ્રનાં આઈજી મંત્રી ગણપત વસાવા, રાજ્યનાં વનવિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણ સોલંકી સહિત ઉચ્ચવન અધિકારીઓ હાજર રહ્યા હતા.

કેન્દ્ર સરકારે સિંહોના સંવર્ધન માટે રૂ.1060 કરોડનો પ્રોજેક્ટ જાહેર કરવાનું નક્કી કર્યું છે. જેમાં 60 ટકા ખર્ચ કેન્દ્ર આપશે અને 40 ટકા ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો રહેશે. આ કુલ 10 વર્ષ માટેનો પ્રોજેક્ટ રહેશે. જો કે આ પ્રોજેક્ટ જાહેર કરતા પહેલા હજુ અધિકારીઓના સ્તરે બેઠક યોજાશે એમ જણાવાઈ રહ્યું છે.

પ્રોજેક્ટ લાયન અંતર્ગત જૂનાગઢ અથવા ગાંધીનગરમાં નેશનલ સેન્ટર ફોર મોનેટરીંગ ઓફ વાઈલ્ડલાઈફ ડીસીઝ સ્થ પાસે હાલ સાસણમાં નાના સ્તરે વાઈલ્ડલાઈફ હોસ્પિટલ છે. પણ નવા પ્રોજેક્ટ હેઠળ નવા સ્થળે મોટી તદ્દન અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે. સાથો સાથ નવા પ્રકલ્પ તરીકે સેન્ટર ફોર એકસલન્સ ફોર લાયન સર્જાશે. જે પણ મોટે ભાગે ગાંધીનગર અથવા જૂનાગઢમાં સ્થ પાસે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સમીક્ષા બેઠકમાં વનવિભાગ તરફથી તેના વિવિધ પ્રોજેક્ટ્સ સહિત પ્રવૃતિઓ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

પ્રોજેક્ટ લાયન ઉપરાંત ઇકો ટુરીઝમ, પર્યાવરણના સંવર્ધન, વનઆવરણ, પર્યાવરણ મિત્ર જેવી જુદી-જુદી બાબતે પ્રવૃતિઓ પણ આવરી લેવાઈ હતી.(૧૦.૧૨)


૫ વર્ષમાં ૨૯ ટકા જેટલો વધારો

ગુજરાતના એશિયાઈ સિંહોની વસ્તીમાં છેલ્લા 5 વર્ષમાં ૨૯ ટકાનો વધારો થયો છે. વર્ષ 2015 માં ગણતરી સમયે ૫૨૩ સિંહ હતા. જે વર્ષ 2020 માં વધીને 674 થયા છે. કોરોનાને કારણે સિંહોની વિધિવત ગણતરી થઇ શકી ન હતી. પરંતુ પૂનમ અવલોકનમાં આ આંકડો ૬૭૪ જોવા મળ્યો હતો. જેમાંથી ગીરનેશનલ પાર્કમાં ગીર અભ્યારણ તથા નજીકના વિસ્તારોમાં 334 જેટલા સિંહો વસે છે.(૧૦.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here