એરપોર્ટ પરથી કરોડોનું કોકેઇન ઝડપાયું

એરપોર્ટ પરથી કરોડોનું કોકેઇન ઝડપાયું
એરપોર્ટ પરથી કરોડોનું કોકેઇન ઝડપાયું

દુબઇથી આવેલા આફ્રીકાવાસી શખ્સને ઝડપી લેવામાં એનસીબીને સફળતા

વિદેશ સ્થિત નશાખોર ગેંગ દ્વારા ગુજરાતનો ટ્રાન્ઝીટ તરીકે ઉપયોગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હોવાના સંકેતો મળી રહયા છે. ગુજરાતનો હવાઇ માર્ગ અને દરીયાઇ માર્ગ પસંદ કરીને કરોડો રૂપીયાનું ડ્રગ્સ દેશમાં ધુસાડી દેવાના અવાર-નવાર પ્રયત્ન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી જ એક ઘટનામાં અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.6 કરોડની કિંમતના કોકેઇનનાં જથ્થા સાથે એક મુસાફરને ઝડપી લેવાયો હતો. દુબઇથી આવેલા આ આફ્રીકી શખ્સ પાસેથી 2 કિલો જેટલો કોકેઇનનો જથ્થો પકડી લેવામાં એનસીબીને સફળતા મળી હતી. આ શખ્સ દુબઇથી સુકકેઇસમાં સંતાડીને કોકેઇનનો જથ્થો ભારતમાં ધુસાડવાનો પ્રયત્ન કરી રહયો હતો.

પરંતુ અમદાવાદ એરપોર્ટ પર એનસીબીનાં અધિકારીઓને ચળવળ નજરે આફ્રીકાનો આ ડ્રગ્સ કેરીયલ છટકી શકયો ન હતો. આ શખ્સ પાસેથી ઝડપાયેલા નશીલા પર્દાથ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.6 કરોડ જેટલી થતી હોવાનું એનસીબીના સુત્રોએ જણાવ્યું હતું.

Read About Weather here

એનસીબીના અધિકારીઓએ તાત્કાલી આફ્રીકી શખ્સની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here