ગુજરાત આગામી ડિફેન્સ એકસપો-2022નું યજમાન બનશે

ગુજરાત આગામી ડિફેન્સ એકસપો-2022નું યજમાન બનશે
ગુજરાત આગામી ડિફેન્સ એકસપો-2022નું યજમાન બનશે

કેવડીયામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘની જાહેરાત: મુખ્યમંત્રી રૂપાણી અને અન્ય સાથે તૈયારીઓ સમીક્ષા અંગે બેઠક


હવે ગુજરાત સંરક્ષણ ક્ષેત્રમાં નિવેસ મેળવનાર અગ્રીમ રાજય બનશે: એકસપો માટે તમામ સુવિધા આપવા રક્ષા વિભાગ-ગુજરાત વચ્ચે ખાસ કરાર

કેવડીયા કોલોની ખાતે યોજાયેલી ભાજપ કારોબારીમાં હાજરી આપ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે મહત્વની ધોષણા કરી હતી કે, ગુજરાત રાજય આગામી ડિફેન્સ એકસપો-2022નું યજમાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડિફેન્સ એકસપોને જવલંત સફળતા મળશે એ નક્કી છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વલ્ડ એ આપણી નેમ છે. બહુ જલ્દી ભારત વિશ્વ સ્તરનું સંરક્ષણ ઉત્પાદન હબ બની જશે તેવી મને શ્રધ્ધા અને વિશ્વાસ છે.

દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે ડિફેન્સ એકસપો યોજાય છે. આગામી 2022માં 12માં સંસકરણનું યજમાન ગુજરાત બનશે. 2022માં તા.10 થી 13 માર્ચ દરમ્યાન ગાંધીનગર ખાતે સંરક્ષણ પ્રદર્શન યોજાશે. જેનાં આયોજન માટે એક ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. સ્ટેચ્યુ ઓફ યુનીટી કેવડીયા ખાતે સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આયોજન પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રદર્શન માટેનાં આયોજનમાં રાજય સરકારના સંપુર્ણ સહયોગ અને સુવિધાઓ અંગે ગુજરાત સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે ખાસ એમઓયુ પણ કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રદર્શન ખુબ સફળ થશે. આ એકસપોમાં રાષ્ટ્રીય અને આતંરરાષ્ટ્રીય સહભાગીતા વધારવાના પ્રયાસો કરાશે. ભાગ લેનારા દેશોની સંખ્યા 100થી વધુ લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી સિંઘનો આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે તમામ માળખાકિય સુવિધાઓ ગુજરાતમાં છે.

ધોલેરા એસઆઇઆર ડિફેન્સ સરંજામ ઉત્પાદન યુનિટ માટેનું શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. વડાપ્રધાનની પ્રેરણા અને સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા એકસપો દેશના જુદા-જુદા રાજયોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે. હવે ગુજરાત ડિફેન્સ સેકટરમાં પણ દેશનું સૌથી વધુ રોકાણ મેળવનારૂ રાજય બનશે. ગુજરાતે પોતાની એક ડિફેન્સ અને એરોસ્પેશ નીતિ બનાવી છે. જેના થકી સંરક્ષણ સાધનોના ઉત્પાદન એકમોને જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયૂટીથી મુકતી આપવામાં આવે છે. એટલુ જ નહીં ઉત્પાદન શરૂ થયાના પાંચ વર્ષ સુધી વિજદરમાં પણ માફી આપવામાં આવે છે.

Read About Weather here

સંરક્ષણ મંત્રીએ પણ જણાવ્યું હતું કે, એકસપોની સાથે સાથે ડિફેન્સ મીનીસ્ટર પરીષર પણ યોજવામાં આવતી હોય છે એટલે વિવિધ દેશોના સંરક્ષણ મંત્રીઓને પણ બોલાવવામાં આવશે. સિંઘે એવું સુચન કર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્ર્વભરમાં ખ્યાતી મેળવનાર પ્રવાસન સ્થળ બન્યું છે. એટલે એકસપોમાં આવનાર દેશ-વિદેશના મહેમાનો આ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લે એવી વ્યવસ્થા ગોઠવાય તો ઇચ્છનીય રહેશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here