ન્યુયોર્કમાં ચારે તરફ વિનાશ!!

ન્યુયોર્કમાં ચારે તરફ વિનાશ!!
ન્યુયોર્કમાં ચારે તરફ વિનાશ!!

ચક્રવાતને પગલે ભારે વરસાદ અને પુર તાંડવથી લાખો લોકોને અસર

અનેક સબ-વે માં પાણી ભરાયા, શેરી, રાજમાર્ગો નદી બન્યા જનજીવન ઠપ્પ

પર્યાવરણમાં અસાધારણ ફેરફારને કારણે કુદરતી હોનારથ સર્જાયાનનો મત

અમેરિકાના આધુનિક શહેરો પૈકીનાં એક ન્યુયોર્કને પુર, ભારે વર્ષા તથા ઈડા ચક્રવાતની આફતે ધમરોળી નાખતા 44 લોકો બે દિવસમાં જ માર્યા ગયાનું જાહેર થયું હતું.

પર્યાવરણમાં અસાધારણ ફેરફારને કારણે આવી પડેલી કુદરતી આફતને કારણે ન્યુયોર્કમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને ચારેતરફ વિનાશની વણજાર સર્જાય ગઈ છે. એપાર્ટમેન્ટ અને ઈમારતના બેઝમેન્ટમાં પુરનાં ધસમસતા પાણી ઘુસી જવાથી અનેક લોકો માર્યા ગયા હતા.

મેનહાટર વિસ્તારમાં રેસ્ટોરાં ધરાવતા એમ મીહાઈલોવ નામના નાગરીકે જણાવ્યું હતું કે, મેં મારી 50 વર્ષની જીંદગીમાં આવો વરસાદ અને પુર તાંડવ જોયા નથી. જાણે વન વર્ષાનાં જંગલોમાં રહેતા હોઈએ તેવા દ્રશ્યો સર્જાય છે. ન્યુયોર્કમાં શેરીઓ અને રાજમાર્ગો ધસમસતા પુર જાણે કે નદી બની ગયા છે. વિક્રમસર્જક વર્ષા તાંડવને કારણે ન્યુયોર્ક આખું પાણીમાં ડૂબી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

ન્યુયોકનાં વિખ્યાત જે.એફ.કે એરપોર્ટ અને લગાર્ડિયા એરપોર્ટ પર ચારેતરફ પાણી ભરાય જતા સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. રાષ્ટ્ર પ્રમુખ જો.બાઈડને દેશ વાસીઓને હૈયાધારણા આપી હતી કે, આપણે સૌ સાથે છીએ. તમામને મદદ કરવા દેશ તૈયાર છે.

ગયા સપ્તાહે દેશના લ્યુસીયાનાં રાજ્યમાં ઈડાએ કાળોકેર મચાવી દીધો હતો. અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. લાખો લોકો વીજપુરવઠો ખોરવાતા મુશ્કેલીમાં મુકાયા હતા. ન્યુયોર્કને અન્ય શહેર સાથે જોડતા માર્ગો પર પાણી ફરી વળતા તમામ હાઈ-વે બંધ કરવામાં આવ્યા છે.

ગુરૂવારે એક દિવસમાં ન્યુયોર્કમાં 13 લોકો બેઝમેન્ટમાં ફસાઈ ગયા હોવાથી માર્યા ગયા હતા. ધસમસતા પાણીમાં તેઓ બહાર નીકળી શક્યા ન હતા. મહાનગરોના અનેક બ્રિજ અને સબ-વે બંધ કરી દેવામાં આવ્યા છે. ન્યુયોર્ક અને ન્યુજર્સી બંનેમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

Read About Weather here

તોફાની પવન અને ચક્રવાતને કારણે યુએસ ઓપન ગ્રાન્ટસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ પણ અટકાવી દેવી પડી છે. ભારે વરસાદ હજુ પડી રહ્યો હોવાથી ફરીથી પુર તાંડવનો ખતરો ઉભો થયો છે. વિજપુરવઠો ઠપ્પ થતા લાખો ઘરોમાં અંધકાર છવાઈ ગયો છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here