સૌરાષ્ટ્ર યુનિનો યુવાનો અને યુવતીઓ પરનો સર્વે…

સૌરાષ્ટ્ર યુનિનો યુવાનો અને યુવતીઓ પરનો સર્વે...
સૌરાષ્ટ્ર યુનિનો યુવાનો અને યુવતીઓ પરનો સર્વે...

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ,નો યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો. કોઈ મોબાઈલ કે સોશિયલ સાઈટ હેક કરે તે ડર કરતા વઘુ ડર યુવતીઓને પરિવારના સભ્યો દ્વારા થતા મોબાઈલ ચેકીંગથી ડર લાગતો હોય છે. મોટાભાગની મહિલાઓને લાગે છે કે પરિવારના સભ્યો તેમના ઓનલાઇન કે સોશિયલ સાઈટ પર બાઝ નજર રાખીને બેઠા છે. નીમી પટેલ મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીનીએ ભવન અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 1080 યુવાનો અને યુવતીઓ પર સાયબર ક્રાઇમ અને સોશિયલ સાઈટ આધારિત પ્રશ્નો પૂછીને સર્વે કર્યો. સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કે ઓફ લાઈન, સોશિયલ સાઈટ કે સમાજ જીવન બહેનો હજુ બધે અસલામતી અનુભવે છે.

Read National News : Click Here

સાઇબર ક્રાઈમ ચોરી કરવા માટે થાય છે. હવે તમને બધાને ખબર છે કે ચોરી કોણ કરે તો આપડે કહીશું ચોર, તો બસ સાઇબર ક્રાઈમ પણ ચોર ચોરી કરવા માટે કરે છે.સાઇબર ક્રાઈમ કરવા પાછળ ચોરનું શું કારણ હોય છે તે આપણે નક્કી ના કરી શકીએ તેમ છતાં પણ કદાચ એવું હોય કે કોઈ મજા લેવા માટે કરતા હોય, અમુક એવા હોય કે ચોરી કરીને તેનો ડેટા લીક કરવા માટે બ્લેક મેલ કરે, અમુક એવા હોય છે જે ચોરી કરીને ડેટા વેચીને પૈસા કમાય છે.

  સાયબર ક્રાઇમમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ અન્વયે એટીમએમ કાર્ડ ક્લોનિંગ, મેઈલ હેકિંગ, મોબાઈલ હેકિંગ, એટીએમ હેકિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ હેકિંગ, કમ્પ્યુટર રીસોર્સીસ સાથે ચેડાં, સોશિયલ મીડિયા થકી ફ્રોડ કે બ્લેકમેલિંગ, પ્રાઇવસી ભંગ, બીભત્સ મટિરિયલ્સ કરવું અને બાળકોની પોરનોગ્રાફી સહીતના તમામ ગુનાઓનો સમાવેશ થાય છે.

  • સર્વેના આંકડાઓ જણાવે છે કે ઓનલાઇન કે ઓફ લાઈન, સોશિયલ સાઈટ કે સમાજ જીવન બહેનો હજુ બધે અસલામતી અનુભવે છે.સર્વેમાં પુછાયેલા પ્રશ્નો આ મુજબ હતા. સોશિયલ મીડિયા હેક થઈ જવાનો ડર અનુભવો છો? તો 90% લોકોએ હા પાડી અને 10% લોકોએ ના પાડી 2. સાઇબર ક્રાઈમ વિશે જાણકારી ધરાવો છો? – હા 45% – ના 55% 3. સાઇબર ક્રાઇમના ભોગ બન્યા છો?
    – હા 68% – ના 32% 4. સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કર્યા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા ખરાબ કૉન્ટ્સ કે અન્ય ચેડાં થયા છે? – હા 57% – ના 43% 5. અજાણ્યા નંબર પરથી મેસેજ કે ફોન આવે ત્યારે લોભામણી લાલચ કે લોટરી લાગશે એવું બન્યું છે? – હા 67% – ના 33% 6. સોશિયલ મીડિયામાં તમારા ફ્રેડ્સ બનાવતા પહેલા તેમનું પ્રોફાઈલ કે અન્ય વિગત ચકાસો છો? – હા 46% – ના 54% 7. તમારા મહત્વના આઈડી પાસવૉર્ડ તમારા મિત્રો કે અંગત વ્યક્તિ સાથે શેર કરો છો? – હા 58% – ના 42% 8. સોશિયલ મીડિયામાં ફોટા કે અન્ય વિગત શેર કરી ખુશી અનુભવો છો? – હા 56% – ના 44%
  • લોટરીના ચક્કરમાં ઓનલાઇન વેબસાઈટ પર રજીસ્ટર કરો છો? – હા 66% – ના 34% 10. સાઈબર ક્રાઈમ થાય ત્યારે શું કરવું જોઇએ તેના વિશે જાણકારી ધરાવો છો? – હા 39% – ના 61% 11. તમારા પરિવાર જનો તમારી જાસૂસી માટે તમારી સોશિયલ સાઈટ હેક કરે એવૉ ડર અનુભવો છો? – 72% મહિલાઓએ કબુલ્યું કે અમારી સોશિયલ સાઈટ ઘરના સભ્યો જાસૂસી માટે હેક કરતા હશે એવો ભય છે. 12. તમારા પાસવર્ડ કે ખાનગી યાદીઓ કોઈ ચેક કરતું હોય એવું લાગે છે? -54% એ કબુલ્યું કે અમારા પાસવર્ડ પરિવારના સભ્યો જ એક યા બીજી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે અને જાસૂસી કરે છે. 13. તમારો મોબાઈલ ફોનને કોઈ ચેક કરતું હોય એવું લાગે છે? -81%
  • યુવતીઓને લાગે છે કે પરિવારના સભ્ય રાત્રે ચેક કરતા હોય તેવો ભય છે. એક યુવતીએ વધુમાં જણાવ્યું કે મારાં ભાઈઓ રાત્રે મારો મોબાઈલ ચેક કરવા અર્ધી રાત્રે જાગે છે. સ્ક્રીનશોટ અથવા તેનાં મોબાઈલમાં ફોટા પાડી ને રાખે છે. આવા અવિશ્વાસથી ઘણી યુવતીઓ ન કરવાનું પછી કરતી હોય છે. અમારાં અંગત જીવનમાં ડોકીયુ કરીને અમને આડે રસ્તે વાળવા મજબુર કરતા હોય એવું લાગે છે. ભાઈઓ એટલે દેવદૂત નથી હોતા એ દરેક ભાઈઓએ સમજવુ જોઇએ.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here