આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. શહેરમાં ગ્રીન ગણેશાનું ચલણ વધ્યું, 3 હજારથી વધુ મૂર્તિનાં બુકિંગ વિસર્જન થાય ત્યાં છોડ બની જીવનભર ઓક્સિજનરૂપી આશીર્વાદ

   મૂર્તિની માટીમાં ભીંડા, આસોપાલવ, ગલગોટા જેવા બીજો મૂકાયા હોવાથી વિસર્જન બાદ છોડ ઊગે છે

2. ગુજરાતમાં 8 મહિનામાં 1376 લક્ઝુરિયસ કારનું વેચાણ, 25% સુરતમાં પ્રિમિયમ કાર ખરીદનારા સૌથી વધુ ગ્રાહકો 45થી 60ની વયજૂથના છે.

  સુરતમાં 8 મહિનામાં 131 મર્સિડિઝ વેચાઈ હોવાનો કંપનીનો દાવો, સુરતમાં વેચાતી લક્ઝુરિયસ કાર 80 ટકા ડીઝલ

Visit Saurashtra Kranti Homepage here

હવે વકીલ, ડોક્ટર, સીએ પણ મોભાદાર કારો ખરીદતા થઈ ગયા

3. ત્રીજી લહેરની આશંકા, વેપારીઓને ઓવર પ્રોડક્શન નહીં કરવા સલાહ, ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનની વેપારીઓ સાથે બેઠક

   માર્કેટના વેપારીઓની વિવિધ સમસ્યાને લઈને સાઉથ ગુજરાત ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

4. વિનાશનું વાવાઝોડું: ન્યુયોર્કમાં છેલ્લાં 400 વર્ષના સૌથી ભીષણ વરસાદથી પહેલીવાર ઈમરજન્સી

   6 કરોડ લોકો પૂરથી પ્રભાવિત, ત્રણ લાખથી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઈ

5. જે રૂટથી થાય છે ભારતનો અડધાથી વધુ સમુદ્રી વ્યાપાર, ત્યાં ચીને જમાવ્યો અડિંગો

  1 સપ્ટેમ્બરથી ચીનનો નવો સમુદ્રી કાયદો લાગુ થઈ ગયો છે. આ કાયદા અંતર્ગત ચીનની સમુદ્રી સરહદેથી પસાર થનારા તમામ વિદેશી જહાજોએ પોતાની તમામ જાણકારી ચાઈનીઝ અધિકારીઓને આપવી પડશે. જો જહાજનું ચાલક દળ એમ નહીં કરે તો ચીન તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.

6. કોરોનાના 2 નવા વેરિએન્ટ ‘મ્યૂ’ અને C.1.2થી જોખમ વધ્યું; આના પર વેક્સિન નિષ્ક્રિય, ઈમ્યુનિટીને પણ પહોંચાડી શકે છે નુકસાન

  વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા C .1.621 વેરિએન્ટને ગ્રીક આલ્ફાબેટના આધારે ‘મ્યૂ’નામ આપ્યું છે. આ સાથે જ આ વેરિએન્ટને નવેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટથની યાદીમાં સામેલ કરી લીધો છે. WHO એ કહ્યું છે કે વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ છે જે વેક્સિનની અસરને ઘટાડે છે. આ મામલે વધુ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.

7. સુરતના દિગસ ગામની મહિલાએ ગૃહ ઉદ્યોગમાં સફળતા મેળવી, દેશ-વિદેશમાં માત્ર પંજરી વેચીને એક મહિનામાં 3 લાખની કમાણી કરી

   પાંચ વર્ષ અગાઉ બીએસસી થયેલી બીનાબેન દેસાઈએ ગૃહઉદ્યોગ થકી પંજરીનો પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું હતું. દિગસ ગામની મહિલા જન્માષ્ટમીના તહેવારમાં ‘પંજરી’ દેશ-વિદેશમાં પહોંચાડી 3 લાખ કમાઈ. Bsc ગ્રેજ્યુએટ શિક્ષિત ગૃહિણી ગૃહઉદ્યોગ કરી જન્માષ્ટમીના તહેવાર પર પંજરીનો મોટે પાયે વેપાર કરે છે.

8. ભારત આ વર્ષે વિશ્વમાં ઝડપથી વધતી ઈકોનોમી બનશે : જયંત વર્મા

  કોવિડ-19ની બીજી લહેરના કારણે અસરગ્રસ્ત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં ઝડપી રિકવરી થઈ રહી છે. જે હવે આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વધતી ઈકોનોમીનો લક્ષ્યાંક હાંસિલ કરવા તરફ સંકેત આપે છે. 2020-21માં ફુગાવો 6 ટકાથી વધુ નોંધાયો છે.

Read About Weather here

9. એક-બે દિવસ નહીં અડધું વર્ષ ચાલશે એક્સ્પો:6 માસ સુધી ચાલનારા વર્લ્ડ એક્સ્પો માટે દુબઈ તૈયાર, જેમાં 191 દેશ સામેલ થશે

   ખાડીના સમુદ્ધ શહેર મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 1 ઓક્ટોબરથી આયોજિત થનારા વર્લ્ડ એક્સ્પોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. 6 માસ સુધી ચાલનારો આ એક્સ્પો આગામી વર્ષે 31 માર્ચે પૂર્ણ થશે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના દોરમાં આ સૌથી મોટું વૈશ્વિક આયોજન છે. જેમાં 191 દેશ સામેલ થશે.

10. CMIEનો ઓગસ્ટનો રિપોર્ટ: એક મહિનામાં 15 લાખે નોકરી ગુમાવી

   દેશમાં જુલાઇમાં બેરોજગારી દર 6.95% હતો જે ઓગસ્ટમાં વધીને 8.32% થયો. ગ્રામીણ બેરોજગારી દર જુલાઇમાં 6.34 %થી વધીને ઓગસ્ટમાં 7.64%. ગુજરાતમાં બેરોજગારીનો દર 1.6 ટકા તો રાજસ્થાનમાં 26.7 ટકા નોંધાયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here