પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી ; સતત ગેમ રમવાના કારણે માતાએ ઠપકો આપ્યો‘ તો
મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ તરૂણ વયના સંતાનો ઘણીવાર આ કારણે મળતો ઠપકો સહન કરી શકતાં નથી. કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં યશ મનસુખભાઇ પરસોંડા (કોળી) (ઉ.વ.17) નામના સગીરને તે નવા લીધેલા મોબાઇલ ફોનમાં સતત ગેમ રમતો હોઇ પિતાએ ઠપકો આપતાં ખોટુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતા.
Read National News : Click Here
Read About Weather here
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. કરૂણતા એ છે કે યશ માતા-પિતાનો એકનો એક દિકરો અને ચાર બહેનનો એક જ ભાઇ હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. પોતે પણ પિતા સાથે કામે જતો હતો. દસેક દિવસ પહેલા જ તેને નવો મોબાઇલ ફોન લઇ દેવામાં આવ્યો હતો. ત્યારથી તે સતત ફોનમાં ગેમ રમતો હોઇ અને રાતે પણ જાગતો હોંય પિતાએ ઠપકો આપ્યો હતો. એ પછી ગઇકાલે માતા-પિતા સગાના ઘરે ગયા હતાં અને પાછળથી યશે આ પગલુ ભરી લીધું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here