આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. સુરતમાં 3000 આપીને આધારકાર્ડમાં ધર્મ બદલવાનું કૌભાંડ, બાંગ્લાદેશી મુસ્લિમોને હિન્દુ નામે આધાર બનાવી આપ્યાં

પશ્ચિમ બંગાળથી આવેલી મુસ્લિમ મહિલાનું આધારકાર્ડ હિન્દુ નામે બનાવી આપ્યું. લેટરહેડનો ઉપયોગ આ રીતે કરાય છે.આધારકાર્ડ કર્મચારી સાથેની વાતચીતના અંશ: સત્તાવાર આધાર કેન્દ્ર પર પૈસા લઈને ગેરકાયદેસર ધર્મ-પરિવર્તન કરાવાઈ રહ્યું છે.

2. પ્રસિદ્ધ કૃષ્ણાની ટેસ્ટ ટીમમાં એન્ટ્રી: ચોથી ટેસ્ટમાં ઈશાંત શર્માની જગ્યાએ મળી શકે છે તક, વનડે ડેબ્યૂમાં ઈતિહાસ રચ્યો હતો

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 સપ્ટેમ્બરથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. ચોથી મેચ પહેલાં સ્ટેન્ડબાઈ પ્લેયર પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી BCCI સચિવ જય શાહે પ્રેસ રિલીઝ કરતા આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

3. કોરાનાકાળમાં લોકોના વીમા વધ્યા પણ શ્રીજીના ઘટ્યા, સુરતમાં ગણેશ આયોજન માટે લેવાતા ઇન્શ્યોરન્સમાં 70થી 80 ટકાનો ઘટાડો

 શહેરના સૌથી મોટા મહિધરપુરા દાળિયા શેરીના ગણેશજીનો એક કરોડનો વીમો લેવાતો હતો, આ વર્ષે લીધો જ નથી. ભટારના ઓરોવિલ સોસાયટીના શ્રીજીનો 25 લાખનો વીમો લેતા આ વખતે 8 લાખનો જ લીધો. ભક્તોની સંખ્યા મર્યાદિત કરી દેવાતા વીમાની રકમ ઘટી. શહેરમાં દર વર્ષે થતાં મોટા આયોજનો નાના થઇ ગયા, પ્રતિમા પણ 4 ફૂટની જ હોવાને કારણે આયોજકોએ વીમો ઘટાડી દીધો.

4. કક્કાનો ‘ક’ ભુલાયો અને વધ્યો અઇઈઉનો ટ્રેન્ડ, અમદાવાદમાં ગુજરાતી શાળાઓ શટડાઉન તરફ અને અંગ્રેજી સ્કૂલોને અનલોક કરવા લાંબી કતાર

 વિદેશી ભાષાના વળગણ અને કરિયરમાં અંગ્રેજીના ક્રેઝને લીધે હવે ગુજરાતી શાળાઓનાં પાટિયાં પડવા લાગ્યાં. અંગ્રેજી શાળા શરૂ કરવાની સેંકડો અરજી સામે હવે ગુજરાતી શાળા બંધ કરવા માટેની અરજીઓ વધી.

5. પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાતા આ વર્ષે ચોમાસું ઓક્ટોબર માસમાં વિદાય લેશે

  હવામાન ખાતાના જણાવ્યાનુસાર છેલ્લા પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ છે. સામાન્ય રીતે રાજકોટમાં 15 જૂનથી વરસાદ શરૂ થાય છે. ગયા વર્ષે ચોમાસાએ મોડી વિદાય લીધી હતી. જેને કારણે આ વખતે પણ ચોમાસું મોડું વિદાય લે તેવી સંભાવના છે.

6. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો:અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું- ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, ગાય આ દેશની સંસ્કૃતિ છે

  ગાયને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ગૌરક્ષાને કોઈ પણ ધર્મ સાથે જોડવાની જરૂરિયાત છે જ નહીં. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરી દેવી જોઈએ. કેન્દ્રએ આ મુદ્દે વિચાર કરવાની જરૂરિયાત છે.

7. જાપાનમાં પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી તમામ સ્પર્ધકોને રૂપિયા એકવીસ લાખની પ્રોત્સાહક રકમ

 જાપાનમાં ચાલી રહેલા પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓ અને સહાયકોને પૂ.મોરારિબાપુ દ્વારા રૂપિયા એકવીસ લાખની પ્રોત્સાહક રકમની જાહેરાત કરવામાં આવી છે.

8. સોરઠ પંથકમાં મેઘમહેર: દર કલાકે એક ટકો વરસાદ વરસ્યો, 12 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 10.8 ટકા અને ગીર-સોમનાથ જિલ્લામાં 12.6 ટકા વરસાદ

 માંગરોળમાં સતત 13 કલાક સુધી મેઘરાજાની અવિરત સવારી ચાલુ રહેતાં આજે બપોર સુધીમાં 12 ઈંચ પાણી પડી ગયું હતું. શહેરમાં તળાવમાં પેશકદમીની અનેક ફરિયાદો અને તંત્રના ભેદી મૌન વચ્ચે ધોધમાર વરસાદથી સોસાયટીઓમાં પાણી ભરાતા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.

Read About Weather here

9. 30% સ્કૂલે બેંચની ડિઝાઇન બદલી, 3ના બદલે 2 જ વિદ્યાર્થી બેસી શકશે

  શહેરના 45 ટકા જેટલા ખાનગી કોચિંગ ક્લાસે પણ બેંચમાં બદલાવ કર્યો. કોરોના સામે સરકારે ‘બે ગજની દૂરી, ખૂબ જ જરૂરી’ મંત્ર આપ્યા બાદ હવે સ્કૂલોની બેંચોની ડિઝાઇન પણ બદલાઇ ગઈ છે. હવે એક બેંચ પર 3 નહીં, પણ 2 જ વિદ્યાર્થી બેસી શકે એ રીતે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 30 ટકા સ્કૂલો, 45 ટકા કોચિંગ ક્લાસિસે નવી બેંચ બનાવવા ઓર્ડર આપ્યા છે.

10. ગણેશ વિસર્જન પર મોનિટરીંગ:વિસર્જન માટેના 19 કૃત્રિમ તળાવો પર 45 કેમેરા ગોઠવી લાઇવ નજર રખાશે

  સ્મેક સેન્ટર પરથી વિસર્જનનું મોનિટરિંગ કરવા તળાવ દીઠ 3-4 કેમેરા લગાવી ઇન્ટરનેટ જોડાણ પણ અપાશે, 45 કેમેરા-ઇન્ટરનેટ માટે ક્વોટેશન મંગાવાયાં. ગણેશ વિસર્જન માટે ગત વર્ષ કરતાં બે તળાવો ઓછા કરી કુલ 19 કૃત્રિમ તળાવો બનાવાશે. ત્યારે આ તમામ કૃત્રિમ તળાવો પર 45 સીસી કેમેરા ગોઠવી લાઇવ નજર રખાશે. તેથી સ્મેક સેન્ટર પરથી લાઈવ વિસર્જન પર મોનિટરીંગ પણ થઈ શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here