મંત્રીઓ માટે મંજૂરી વગર રેલી-તાયફાઓ કરવાની છૂટ, મટકી ફોડના કાર્યક્રમો પર રોક: કોંગ્રેસ

મંત્રીઓ માટે મંજૂરી વગર રેલી-તાયફાઓ કરવાની છૂટ, મટકી ફોડના કાર્યક્રમો પર રોક: કોંગ્રેસ
મંત્રીઓ માટે મંજૂરી વગર રેલી-તાયફાઓ કરવાની છૂટ, મટકી ફોડના કાર્યક્રમો પર રોક: કોંગ્રેસ

ગુજરાતની જનતા યાદ રાખે કે, મટકી ફોડ નહીં તો મત નહીં: ઝાલા, તલાટીયા, રાઠોડ, ભરવાડ, વડોદરિયા, પાટડીયા


શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્ર સિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી) રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોક સંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડ, ચંદ્રેશ રાઠોડ, સરલાબેન પાટડીયા, હિતાક્ષીબેન વાડોદરિયા ની સંયુક્ત યાદી જણાવે છે કે વિશ્ર્વભરના હિન્દુઓના આરાધ્ય દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને અનુલક્ષીને ઉજવાતા જન્માષ્ટમીના તહેવારમાં શહેર સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણીનો જ્યારે થનગનાટ ચાલી રહ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ વર્ષે શાસકોએ આ ઉજવણીના થનગનાટમાં અને મટકી ફોડના કાર્યક્રમો પર પ્રતિબંધ લાદી લીધો છે. જેને શહેર કોંગ્રેસ સમિતિ અને લોક સંસદ વિચાર મંચ સખત શબ્દોમાં વખોડે છે.

રાજ્યો અને કેન્દ્રના મંત્રીઓ ના આગમન સમયે ફૂલડે વધાવવા, રેલીઓ કાઢવા, તાયફાઓ, ભીડ એકઠી કરવા હજારોની સંખ્યામાં મંજૂરી વગર પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તેવા આક્ષેપો કોંગ્રેસ કર્યો છે.

કાળિયા ઠાકોરના જન્મ સમયે રાત્રે 12 કલાકે ઉજવવા પર નિયમો અને જાહેરનામા ઠોકી બેસાડવામાં આવ્યા છે તેને ગુજરાતની છ કરોડની જનતા યાદ રાખે કે મટકીફોડ નહીં તો મત નહીં.

Read About Weather here

રાજકોટ જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના અલગ-અલગ પ્રકારના થોકબંધ જાહેરનામાનો અભ્યાસ કરી રાજકોટની જનતા નિયમોનું પાલન કરી ઉજવણી કરે તે ઇચ્છનીય છે. શહેરીજનોને કોંગ્રેસ સમિતિના અને લોક સંસદ વિચાર મંચના સભ્યોએ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here