રાજકોટનાં અતિઆધુનિક હિરાસર એરપોર્ટનું કામ પુરજોશમાં

રાજકોટનાં અતિઆધુનિક હિરાસર એરપોર્ટનું કામ પુરજોશમાં
રાજકોટનાં અતિઆધુનિક હિરાસર એરપોર્ટનું કામ પુરજોશમાં

આગળ ધપે છે, માર્ચ 2023 સુધીમાં કાર્યરત થવાની સંભાવના


રાજકોટના પાદરે બની રહેલા દેશના સૌથી આધુનિક અને સૌથી વિશાળ પૈકીનાં એક હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને માર્ચ 2023 સુધીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થઇ જવાની ધારણા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટથી 30 કિ.મી. દૂર અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર નિર્મણાધીન એરપોર્ટ સૌરાષ્ટ્રનાં ઔદ્યોગિક વિકાસ માટે સહાયભૂત થશે અને જામનગરનાં વિખ્યાત બ્રાસ ઉદ્યોગ તેમજ મોરબીના વિશ્વ વિખ્યાત સિરામિક ઉદ્યોગને એર-કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ બંને શહેરોને સીધા એરપોર્ટ સાથે જોડતા માર્ગ તૈયાર થઇ ગયા છે. કુલ રૂ.1400 કરોડનાં ખર્ચે 1032 હેક્ટર જમીન પર નિર્માણ પામી રહેલા એરપોર્ટ પરથી એકી સાથે 14 વિમાનની અવરજવર કરી શકાશે. જયારે તેના ટર્મિનલમાં 1300 મુસાફરોને સમાવવાની ક્ષમતા હશે.

Read About Weather here

એરપોર્ટ પર પેસેન્જર બોર્ડીંગનાં ચાર બ્રિજ અને 20 ચેકિંગ કાઉન્ટર પણ બનાવવામાં આવી રહ્યા છે. વિમાનનાં મુસાફરો માટે તમામ આધુનિક સવલતો મોજુદ હશે. અગ્નિશમનનાં અતિઉચ્ચ આધુનિક યંત્રોથી એરપોર્ટ સજ્જ કરવામાં આવશે. રન-વે ની લંબાઈ જ 3040 જેટલી હશે. એરપોર્ટની ડીઝાઇન રાજકોટનાં રાજવીનાં પેલેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here