આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે છે 18 વર્ષ જૂની દુશ્મની, જાણો શત્રુતાના બીજ ક્યારે રોપાયા?

  ભારત સરકારમાં માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યમ મંત્રી નારાયણ રાણેના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના કથિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં થપ્પડની ગુંજ સંભળાઈ રહી છે.

2. પુજારા બેક ઈન ફોર્મ, 19મી સદીથી માત્ર 9 રન દૂર; કોહલી સાથે ત્રીજી વિકેટ માટે અત્યારસુધી 99* રનની પાર્ટનરશિપ

  બીજી ઈનિંગમાં રાહુલને DRSએ બચાવ્યો. જો રૂટે DRS લેવામાં મોડુ કર્યું; રોહિત શર્માને આઉટ કરવાની તક ગુમાવી

Visit Saurashtra Kranti Homepage here

3. ગ્રાહક ખર્ચમાં વધારો: જૂન માસમાં ક્રેડિટકાર્ડથી રૂ.62746 કરોડનો ખર્ચ થયો, 10 ટકાની વૃદ્ધિ

  દેશમાં કન્ઝ્યુમર ખર્ચ વધ્યો છે. ક્રેડિટ કાર્ડ મારફત થતો ખર્ચ આ સંકેત આપી રહ્યો છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, હવે લોકો ક્રેડિટ કાર્ડ મારફત પ્રિ-કોવિડ કરતાં પણ વધુ ખર્ચ કરી રહ્યા છે. આરબીઆઈના આંકડાઓ અનુસાર, જૂન દરમિયાન દેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ વધી રૂ. 62,746 કરોડ થયો છે.

4. અમેરિકી ઉપકરણો તાલિથબાનથમાં:આતંકવાદીઓ પાસે રૂ.2.5 લાખ કરોડના હથિયાર; 85% દેશોથી વધુ બ્લેક હોક હેલિકોપ્ટર્સ સહિત સર્વેલન્સ-જાસૂસી સાધનો પણ સામેલ

  20 વર્ષોમાં અમેરિકાએ આપેલા તમામ હથિયારો હવે તાલિબાનના કબજામાં

5. ચોમાસાની સિઝનમાં 4 જિલ્લાના 8 તાલુકાનાં 23 ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે, 13 ટેન્કર રોજના 56 ફેરા મારે છે

  ઓછા વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ

કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ 27 ફેરા કરાય છે.

6. સરકારી ચોપડે રાજકોટ કરતાં સુરેન્દ્રનગરમાં કપાસિયા તેલ સસ્તુ, પ્રતિ ડબ્બે 900 રૂપિયાનો તફાવત

રાજકોટમાં એક કિલો કપાસિયા તેલ 164 અને સિંગતેલ 170 જ્યારે સુરેન્દ્રનગરમાં આ ભાવ 105 અને 155. 100 કિલોમીટરના અંતરમાં કપાસિયા તેલમાં કિલોએ 59 રૂપિયાનો તફાવત બતાવતી પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ. મગફળી અને કપાસનું ઉત્પાદન મબલખ હતું, છતાં ભાવ ભડકે ભળે છે. પુરવઠા તંત્ર દરરોજ વધતા ભાવો જૂએ છે તેને કઈ રીતે કાબૂમાં કરવા તેનો એકપણ ઉપાય વિચાર્યો નથી.

7. બચ્ચનનો કરોડપતિ બોડીગાર્ડ:અમિતાભની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચા બાદ એક્શન

  સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હતી કે અમિતાભનો સિક્યોરિટી ગાર્ડ મહિને 12 લાખ રૂપિયાનો પગાર લે છે.

8. રોકાણકારોને માત્ર રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ સાથે જ ડીલ કરવા નિર્દેશ

  સ્ટોક એક્સચેન્જ પર વધુ પડતું રિટર્ન આપવાના લોભામણાં વચનોથી છેતરાતાં રોકાણકારોને ભારતીય સ્ટોક એક્સચેન્જ એનએસઈ અને બીએસઈએ માત્ર રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર્સ સાથે જ ડીલ કરવા નિર્દેશ કર્યો છે.

Read About Weather here

9. ગેસના ભાવવધારાથી 500 ક્ધટેનરના એડ્વાન્સ ઓર્ડરમાં ઉદ્યોગકારોને રૂપિયા 3 કરોડનું નુકસાન

  થાનના સિરામિક ઍસોસિયેશનની શુક્રવારે સતત ચોથા દિવસે મીટિંગ મળી : તોડબાજ અધિકારીઓની ફરિયાદ કરાશે. ગેસ વપરાશના કોન્ટ્રાક્ટની મુદત 3 મહિનાથી ઘટાડી 20થી 25 દિવસ કરવા રજૂઆત કરવામાં આવશે. ઍસોસિયેશનના નવા પ્રમુખની વરણી કરાઈ.

10. સાયલામાં જન્માષ્ટમીના તહેવારને લઇ મીઠાઇ-ફરસાણનું ભાવબાંધણું, કિલોએ માવાની મીઠાઇના રૂ. 280 અને ફરસાણના રૂ.180 નક્કી થયા. ભાવ બાંધણાની બેઠકમાં માત્ર 4 વેપારી હાજર રહ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here