રંગીલુ રાજકોટ ફરવા ચાલ્યું: ગોવા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ધસારો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બબ્બે વર્ષની કોરોના કેદથી કંટાળેલા પરિવારો જન્માષ્ટમીનું મીની વેકેશન માણી લેવા તત્પર: ખમતીધર ખિસ્સામાં જોર હોય એવા બધા શોખીનો ગોવા ભણી તો મધ્યમ બજેટ વાળા દિવ તરફ રવાના: નોંધપાત્ર પ્રમાણમાં ટ્રાવેલસ વાળાઓ

પાસે બુકિંગ થયા છતાં કોરોના કાળ પહેલા જેવી તેજી ન હોવાનો મત: રાજસ્થાનના માઉન્ટ આબુ, જયપુર, ઉદયપુર, શ્રીનાથજી અને જેસલમેર તરફ બુકિંગ વધારે: એક જાણીતા ટ્રાવેલસ સંચાલકે કહયું અગાઉ જેમ બસો ભરીને લોકો જતા એ ટ્રેન્ડ અત્યારે ગાયબ છે

Visit Saurashtra Kranti Homepage here

જન્માષ્ટમીના તહેવારો એટલે એક અઠવાડીયાનું મીની વેકેશન સમાન કહેવાય છે. આ વખતે જન્માષ્ટમીના પર્વ પર રાજકોટ અને સૌરાષ્ટ્રના ફરવાના શોખીન પરિવારો કોરોનાની કેદથી કંટાળી ગયા હોય તેમ જુદા-જુદા સહેલાણી મથકો પર ફરવા માટે નીકળી પડયા છે.

આ વખતે ટ્રાવેલર્સ ધંધાર્થીઓના મત અનુસાર મોટા પાયે તેજી ન હોવા છતાં નોંધપાત્ર પ્રમાણમાં લોકો સહપરિવાર ફરવા માટે નિકળી ગયા છે અથવા તો બુકિંગ કરાવી રહયા છે.

બહુ તેજી નથી જામી છતાં છેલ્લા બે વર્ષના પ્રમાણમાં સારી એવી સંખ્યામાં લોકો ફરવા માટે પોતપોતાના મન પસંદ સ્થળ પર જવા માટે નીકળી પડયા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બે રાજયો તરફ વધારે ધસારો જોવા મળી રહયો છે.

જેમના ખીસ્સામાં જોર છે એવા ખમતીધરોએ ગોવાનું બુકિંગ કરાવ્યું છે અને મધ્યમ બજેટ વાળાઓ દિવ ભણી ધસી રહયા છે એવું ટ્રાવેલર્સના સુત્રોમાંથી જાણવા મળે છે.

જન્માષ્ટમીનું પર્વ છેલ્લા બે વર્ષથી સાવ ફિક્કુ રહયું છે. કોરોના પ્રેરીત લોકડાઉન અને નિયંત્રણો તથા નીતિનિયમોને કારણે લોકોને તહેવારો ઉપર પણ ઘરમાં પુરાય રહેવાની ફરજ પડી છે.

આ વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના પરિસ્થિતિ કાબુ હેઠળ છે એટલે માંડ કેદમાંથી છુટયા હોય તેવી અનુભુતી સાથે શોખીન પરિવારોએ સહેલગાહે નિકળી પડવા રીતસર હડી કાઢી છે.

જીજ્ઞેશ વાઘેલા નામના એક ટ્રાવેલર્સ સંચાલકના જણાવ્યા મુજબ રાજસ્થાન તરફનું બુકિંગ વધારે જોવા મળી રહયું છે. એમપીના વિવિધ શહેરોનું બુકિંગ પણ થયું છે. પણ મોટાભાગના રાજકોટ વાસીઓ રાજસ્થાનના જયપુર, ઉદયપુર, અજમેરશરીફ, શ્રીનાથજી, જેસલમેર વગેરે વિસ્તારોની મુલાકાતે જવા માટે બુકિંગ કરાવી રહયા છે.

તેઓ કહે છે કે, અગાઉના વર્ષોના પ્રમાણમાં વધુ બુકિંગ થતું જોવા મળ્યું છે. કોરોનાની પીડાને ભુલીને લોકો પરીવાર સાથે ફરવા નિકળી પડયા છે. વ્યકિતગત બુકિંગ વધુ જોવા મળી રહયું છે.

એમના મતે આ તેજી જન્માષ્ટમી તહેવાર પુરતી જ છે. એટલે ટ્રાવેલર્સ સંચાલકો માટે થોડુ ધણુ કમાઇ લેવાનો અવસર છે પણ ધાર્યા મુજબ ધીંગી  યાદીમાં 10મું સ્થાન મળ્યું છે.

Read About Weather here

કોઇપણ શહેરમાં ડિઝીટલ અને આરોગ્ય માળખુ તેમજ વ્યકિતગત અને પર્યાવરણ સુરક્ષાના માપદંડોના આધારે શહેર કેટલું સુરક્ષિત છે એ નક્કી કરવામાં આવે છે. પ્રથમ 50ની યાદીમાં નવી દિલ્હી અને મુંબઇ પણ સ્થાન મેળવી શકયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here