હળવદ પંથકમાં ભેંસ ચોરતી ટોળી સક્રિય

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

60 થી વધુ પશુપાલકો પોલીસ મથકે ઉમટ્યા

તાલુકામાં છેલ્લા એકાદ મહિનામાં જ કિંમતી ભેંસો ચોરાઈ જવાની ઉપર-છાપરી દ્યટનાઓ સામે આવતા આજે રોષે ભરાયેલા માલધારીઓનો સમૂહ હળવદ પોલીસ મથકે પહોંચ્યો હતો

Visit Saurashtra Kranti Homepage here

અને 60થી વધુ લોકોએ પોતાની કિંમતી દૂધાળું ભૂરી, ભગરી અને નવ ચાંદરી જેવા નામ ધરાવતી ભેંસો ચોરવા અંગે પગલાં ભરવા માંગ કરી હતી. નોંધનીય છે કે ગઈકાલે માલધારીઓએ ભેંસ ચોરવા આવેલા બે શકમંદોને પકડી પોલીસ હવાલે કર્યાનું પણ જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ નર્મદા કેનાલને કારણે હળવદ પંથકમાં ખેતીવાડીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે ત્યારે હળવદ અને આજુબાજુના ગ્રામ્યમાં આવા પશુપાલકોને નિશાન બનાવી રાત્રીના કે દિવસના કોઈપણ સમયે કિંમતી દૂધાળું ભેંસ ચોરતી ગેંગ સક્રિય બનતા છેલ્લા એકાદ મહિનામાં જ 60થી 70 ભેંસ ચોરાઈ જવા પામી હોવાનું આજે પોલીસ મથકે એકત્રિત થયેલા માલધારીઓએ જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જાતવાન એક ભેંસની કિંમત રૂપિયા 50 હજારથી લઇ દોઢ લાખ કે, તેથી પણ વધુ હોય છે.ત્યારે આવા કિંમતી માલઢોરને સિફતતા પૂર્વક ચોરતી ટોળકીએ ટૂંકાગાળામાં જ અનેક માલધારીઓની રોજીરોટી સમાન ભેંસ ચોરી કરી જતા પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે.

Read About Weather here

હળવદની સાથો સાથ ધ્રાંગધ્રા પંથકમાંથી પણ ભેંસ ચોરવાના કિસ્સા સામે આવતા આજની રજુઆત સમયે ધ્રાંગધ્રા તાલુકાના માલધારીઓ પણ દોડી આવ્યા હતા. (9.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here