કોઠારીયામાં 30 જેટલા શેડ ખડકી દેનારા માજી સૈનિક સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

કોઠારીયામાં 30 જેટલા શેડ ખડકી દેનારા માજી સૈનિક સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
કોઠારીયામાં 30 જેટલા શેડ ખડકી દેનારા માજી સૈનિક સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

5200 ચો.મી સરકારી જમીન પર દબાણ કરી ચારેય શખ્સોએ જમીન માલિકી હક્ક દેખાડી અરસ-પરસ સમજૂતી કરાર કરી 41.40 લાખમાં ચંદુ કોઠીયાને વેચી દીધી ; બે શખ્સોને આજીડેમ પોલીસે ઉઠાવી લઈ સાહિત્ય કબ્જે કરવા તજવીજ હાથ ધરી

કોઠારીયા સોલવન્ટ ફાટક નારાયણ સ્કૂલ પાસે આવેલા કોઠારીયા ગામના સર્વે નં. 259 અને 262 પૈકીની યુએલસીની ફાજલ જમીન તથા સર્વે નં. 352 પૈકીની સરકારી ખરાબાની આશરે અડધા અબજની સરકારી જમીનમાં નિવૃત ફોજી સહિતના ચાર શખ્સોએ ઘુસણખોરી કરી કબ્જો જમાવી 19 શેડ ઔદ્યોગિક હેતુ માટે ઉભા કરી તેમજ વંડા વાળી લઇ દબાણ કર્યુ હતું. જેના બોગસ દસ્તાવેજો પણ બનાવી વેંચાણ દસ્તાવેજ કરી કૌભાંડ આચરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here


આ તમામ સામે મામલતદાર દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકારી જમીન કૌભાંડમાં પોલીસે કુવાડવા રોડ વૃંદાવન એપાર્ટમેન્ટ ફલેટ નં. 302માં રહેતાં અને રાજકોટ તાલુકા મામલતદાર તરીકે ફરજબજાવતાં મુળ જુનાગઢના કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી ચંદુ કોઠીયા, સુખા ટીલાળા, દિલીપ મશરાણી, મહેન્દ્ર છોટાલાલ રાજવીર અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્યો છે.


મામલતદાર કથીરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોઠારીયાની સરકારી જમીન સર્વે નં. 259 અને 260 તથા રક પૈકીની યુએલસી ફાજલ સરકારી જમીન તથા સર્વે નં. 352 પૈકીની સરકારી જમીનમાં ઉપરોકત આરોપીઓએ ઘુસણખોરી કરી 19 શેડ ઉભા કરી દીધા હતાં. તેમજ ઔદ્યોગિક હેતુ માટેના બીજા ચાર શેડ અને ખુલ્લા વંડા બનાવી લઇ સરકારી જમીન પચાવી પાડવા દબાણ કર્યુ હતું.


સુખા શામજીભાઇ ટીલાળા જે માજી સૈનિક છે તેને ખબર હતી કે આ જમીન સરકારી છે આમ છતાં તેણે બીજા સાથે મળી છ શેડ બનાવી ભાડે આપી દીધા હતાં.
ચંદુ કોઠીયાએ સરકારી જમીન પર અનઅધિકૃત કબ્જો જમાવી કબ્જા ભોગવટાનો હક્ક બતાવી તબદીલી કરાવી જમીન પચાવી પાડી હતી.

દિલીપ એચ. મશરાણીએ પણ જમીનનો ગેરકાયદેસર કબ્જો કરવા વેંચાણો ઉભા કરી જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરી હતી. જ્યારે મહેન્દ્ર છોટાલાલ રાજવીરે પણ પોતાનો આ જમીન પ્રત્યે માલિકી હક્ક ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા વેંચાણો ઉભા કરી જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરી હતી.

Read About Weather here


નિવૃત ફોજી ચંદુ સખીયાએ છ શેડ ઉભા કરી દીધા હતાં અને ભત્રીજા સાથે ભાગીદારમાં સબમર્શીબલનું પમ્પના પાર્ટસ બનાવવાનું કારખાનું શરૂ કરી દીધું હતું. ચંદુ કોઠીયાના નિવેદનથી જાણવા મળ્યું હતું કે મહેન્દ્ર રાજવીરે યુએલસીમાં પોતાની જમીન ફાજલ થતાં અરસ પરસના સમજુતી કરાર કરી ચોથા આરોપી દિલીપ મશરાણીને 100ના સ્ટેમ્પ પેપર ઉપર પહોંચ કમ સમજુતી કરાર કરી રૂ. 41.60 લાખના છેવટના કબ્જેદાર તરીકે ચંદુ કોઠીયાને જમીન વેંચી હતી.

આ જમીન પર બાર જેટલા પાકકા બાંધકામ અને સાત શેડ બનાવાયા હતાં. તંત્રના કહેવા મુજબ કુલ 5200 ચો.મી. જમીનમાં દબાણ કરી 25 અને પેટા ગણીએ તો ત્રીસ જેટલા શેડ ઉભા કરી દેવાયા હતાં. આ જમીનની કિંમત અડધા અબજ જેવી થવા જાય છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here