શ્રાવણ માસના પવિત્ર પર્વની અનેરી ઉજવણી

શ્રાવણ માસના પવિત્ર પર્વની અનેરી ઉજવણી
શ્રાવણ માસના પવિત્ર પર્વની અનેરી ઉજવણી

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં 22 કુંડી રૂદ્રી યજ્ઞ યોજાયો

શ્રાવણ માસમાં હિંડોળા દર્શન, બ્રહ્મ ભોજન અને શહેરનાં 51 શ્રેષ્ઠીઓ દ્વારા મહાઆરતી: દીકરાનું ઘર ના માવતરો ભક્તિ રંગે રંગાયા

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તેની નોખી અનોખી સેવા પ્રવૃતિ માટે જાણિતી છે, છેલ્લા અઢી દાયકાથી રાજકોટના ભાગોળે ઢોલરા મુકામે ચાલતું  દીકરાનું ઘર  વૃદ્ધાશ્રમમાં હાલ ૫૫ માવતરો તેનું જીવન સુખમય રીતે પસાર કરી રહયા છે. સમાજથી અને ઘરથી તરછોડાયેલા માવતરો માટે  દીકરાનું ઘર  સમયાંતરે વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ તહેવારોની નોખી- અનોખી ઉજવણી કરતું રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહયો છે. શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. ત્યારે સમગ્ર શ્રાવણ માસ રંગે ચંગે ઉજવાય, વડીલો ભકિતના રંગે રંગાય તેવા શુભઆશયથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જેમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના સુખી સંપન્ન પરીવારના  દીકરાનું ઘર  વૃદ્ધાશ્રમના કોર ટીમના સભ્યો દ્વારા અતિ ભવ્ય- દિવ્ય- અલૌકિક વિદ્વાન ભુદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ૨૨ કુંડી રૂદ્રી યજ્ઞ યોજાયો હતો. જેમાં દીકરાનું ઘર પરિવાર સાથે જોડાયેલા કાર્યકર્તાઓ જોડાયા હતા. 

દીકરાનું ઘર દ્વારા શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. જેમાં હિંડોળા દર્શન તેમજ બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો પણ યોજાયા છે. ગત તા. 23 ના રોજ  દીકરાનું ઘરમાં બીરાજતા મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શહેરના 51 શ્રેષ્ઠીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ.

Read About Weather here

જેમાં વિવિધ ક્ષેત્રોના લોકો વજુભાઈ લોઢીયા, અતુલ શેઠ, વિજય કોરાટ, ટીકુભા જાડેજા, કેતન પટેલ, નરેન્દ્રભાઈ ઝીબા, જીતુભાઈ ભટ્ટ, કલાધર આર્ય, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, કોશિક કલ્યાણી, અજયભાઈ ગઢીયા, છબીલભાઈ પોબારું, જવલંતભાઈ છાયા, અરવિંદભાઈ ગજજર, દાનુભા જાડેજા, હરેશ દાસાણી, ભગવાનજીભાઈ વાડોદરીયા, અમીત સંઘવી, આશીષ ભુટા, જેનીશ વાછાણી, પરષોતમભાઈ પોંકીયા, શૈલેશ ગેડીયા, જીમી અડવાણી, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના  બોરડ, ત્રંબા ખાતે આવેલ રાધિકા સ્કુલના સંચાલક ઢોલરીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.

  • દીકરાનું ઘર દ્વારા યોજાયેલ આ મહાઆરતીના યજમાન પદે રૂડાના પૂર્વ ચેરમેન પી.સી.બારોટ ખાસ ઉપસ્થિત રહયા હતા.

રૂદ્રી યજ્ઞ તેમજ મહાઆરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્રોજા દ્વારા થયું હતું. જેને સફળ બનાવવા ડો.નિદત બારોટ, હસુભાઈ રાચ્છ, પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, સુનીલ મહેતા, પ્રવિણ હાપલીયા, અશ્વિનભાઈ પટેલ, રાકેશ ભાલાળા, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, ઉપેનભાઈ મોદી, શૈલેષ જાની, કિરીટભાઈ પટેલ, ઘનશ્યામભાઈ રાચ્છ, ગુણુભાઈ ઝાલાડી, હાર્દિક દોશી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here