રાજકોટમાં થેલેસેમીયા પીડિત બાળકોને નિ:શુલ્ક મીઠાઈ-ફરસાણનું વિતરણ

રાજકોટમાં થેલેસેમીયા પીડિત બાળકોને નિ:શુલ્ક મીઠાઈ-ફરસાણનું વિતરણ
રાજકોટમાં થેલેસેમીયા પીડિત બાળકોને નિ:શુલ્ક મીઠાઈ-ફરસાણનું વિતરણ

આવતીકાલે સવારે 9 વાગ્યાથી 1-1 કિલો મોહનથાળ ફરસાણ અપાશે

શહેરની જાણીતી સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ પ્રેરિત થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા, જન્માષ્ટમીનાં પવિત્ર પર્વ નિમિતે શહેરનાં થેલેસેમીયાનો ભોગ બનેલા બાળકો સાતમ-આઠમનો તહેવાર આનંદથી માણી શકે તેવા આશયથી જનસેવા એ જ પ્રભુસેવાના ઉમદા સૂત્રને ધ્યાનમાં રાખીને દાતાઓના આર્થિક સહયોગથી આવતીકાલે રાંધણ છઠ્ઠનાં દિવસે સવારે 9 વાગ્યાથી દરેક બાળકને 1 કિલો મોહનથાળ અને 1 કિલો ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરનાં સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આ સેવાકાર્યમાં ઉપસ્થિત રહેશે. દરેક થેલેસેમીયા બાળકોને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. જનસેવાનાં આ ઉમદા કાર્યમાં આર્થિક સહયોગ આપવા તેમજ વિશેષ માહિતી માટે અનુપમ દોશી- ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

Read About Weather here

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાનાં અનુપમ દોશી, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શરદ, દિનેશ ગોવાણી, ભાનુભાઈ રાજગુરુ, રમેશ શીશાંગીયા, મહેશ જીવરાજાની, જીતુભાઈ ગાંધી, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, ઉર્મિસ વ્યાસ, કિશોર, નયન ગંધા, અશ્વિન ચૌહાણ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here