રાજકોટ શહેર મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીની વાર્ષીક સામાન્ય સભા યોજાઇ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાજકોટ શહેર મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળીની તાજેત્તરમાં મળેલ વાર્ષીક સામાન્ય સભામાં મંડળીનાં ડાયરેક્ટર નાયનાબેન પેઢડીયા રાજકોટ મ્યુ.કોર્પોરેશનમાં બી.જે.પી.માંથી કોર્પોરેટર તરીકે ચુંટાઇ આવતા મંડળીનાં પુર્વ પ્રમુખ અને પુર્વ મેયર જસુમતીબેન વસાણીનાં હસ્તે સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવેલ. જેમાં મંડળીનાં ઉપપ્રમુખ રીટાબેન કુબાવત અને લીલાબેન ગોદાવરીયા વગેરે જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે મંડળીનાં 1995 નાં વર્ષથી પ્રમુખ તરીકે સતત ચૂંટાતા ઉષાબેન ચૌહાણનું પણ મંડળીનાં ઉપપ્રમુખ રીટાબેન કુબાવતનાં હસ્તે સાલ ઓઢાડી અને ફુલહાર આપી સન્માન કરવામાં આવેલ અને 2021-22 વર્ષ માટે પણ ઉષાબેન ચૌહાણને મંડળીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચુંટી કાઢવામાં આવ્યા હતા.

મંડળની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ પસાર કરી ઉચ્ચ કક્ષાની સહકારી સંસ્થાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જેમ મહિલાઓનાં નેતૃત્વને અને તેની શક્તિને ઓળખી 33% સ્થાન આપવું જોઇએ તેમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને અનુરોધ કરતા જણાવવામાં આવેલ.

Read About Weather here

આ બેઠકમાં મંડળીનાં ઉપપ્રમુખ મધુરિકબેન જાડેજા, હિનાબેન માવાણી તથા સલાહકાર અગ્રણી યશવંતભાઇ જનાણી, સી.એલ.રૈયાણી, રસિકભાઇ નિમાવત અને મહેશભાઇ મહેતા વગેરે હાજર રહ્યા હતા.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here