આજ ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. તાલિબાને પાકિસ્તાન સાથેની પોતાની નિકટતા કબુલ કરી, કહ્યું- પાકિસ્તાન અમારા માટે બીજા ઘર જેવું; ભારત સાથે પણ સારા સંબંધ ઈચ્છીએ છીએ

   ફ્રાન્સ આવતીકાલથી કાબુલમાંથી એરલિફ્ટ કરવાનું બંધ કરશે. લોકોને ડરાવવા માટે બાળકો અને વૃદ્ધ લોકોની હત્યા કરી રહ્યા છો તાલિબાનો

2.   159 રન પર ઇંગ્લેન્ડની બીજી વિકેટ પડી, જાડેજાએ હમીદને ક્લિન બોલ્ડ કર્યો; ઈન્ડિયા સામે 80+ રનની લીડ

   જસપ્રીત બુમરાહ વિકેટ્સની સદીથી 5 વિકેટ દૂર, કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક

Visit Saurashtra Kranti Homepage here

3. સિઝન શરૂ થયાના 7 જ દિવસમાં દૃષ્ટિહીન હિમાની પહેલી કરોડપતિ બની, 7 કરોડના સવાલનો પણ જવાબ આપ્યો

  30-31 ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગે એપિસોડ ટેલિકાસ્ટ થશે. હિમાની બુંદેલા આગ્રાની છે.

4. ફ્રેક્ચર થયા બાદ અભિષેક બચ્ચને હાથમાં સર્જરી કરાવી, કહ્યું- ‘મર્દ કો દર્દ હોતા હૈ…’

   ચેન્નઈમાં શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચનને ફ્રેક્ચર થયું હતું. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિષેક બચ્ચનને ઈજા થઈ છે અને તેની પર સર્જરી કરવામાં આવી છે. અમિતાભ તથા શ્વેતા 22 ઓગસ્ટની રાત્રે અભિષેકની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ પણ ગયા હતા. હવે અભિષેકે સો.મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાની તબિયત અંગે વાત કરી છે.

5. બોલીવુડમાં ફરી ડ્રગ્સ કેસનું ભૂત ધૂણ્યું : 4 વર્ષ જૂના કેસમાં બાહુબલી ઍક્ટર, જાણીતી અભિનેત્રી સહિત 10 કલાકારોને ઊઉનું તેડું

  ચાર વર્ષ જુના ડ્રગ્સ કેસમાં ઈડીએ ફરી ફાઈલો ખોલી, રકુલ પ્રીત સિંહ, રાણા દગ્ગુબાતી ડ્રગ્સ કેસમાં સંડોવાયા હોવાનો આરોપ. ઈડીએ પૂછપરછ માટે તમામ કલાકારોને રુબરૃ બોલાવ્યા, તમામ કલાકારોને નોટીસ અપાઈ.

6. કાબુલ એરપોર્ટ પર પાણીની બોટલના રૂા.3000: તાલીબાનો દેશ છોડતા લોકોના ડોલર લુટી લે છે

   તા.31 ઓગષ્ટની ડેડલાઈન પુર્વ અફઘાનીસ્તાન છોડવા માટે કાબુલ એરપોર્ટ પર થયેલા ધસારાનો હવે સ્થાનિક વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલના રૂા.3000 તથા ચાવલ-પ્લેટના રૂા.7500 જેવી ઉંચી કિંમત વસુલાઈ રહી છે.

7. ભુજબળની રૂ. 100 કરોડની મિલકત આઈટી દ્વારા જપ્ત

  રાષ્ટ્રવાદીએ કહ્યું કિરીટ સોમૈયાએ રાજકારણ છોડીને હવે જ્યોતિષ બની જવું જોઈએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને ઠાકરે સરકારમાં કેબિનેટ મંત્રી છગન ભુજબળની રૂ. 100 કરોડની સંપત્તિ આવકવેરા વિભાગે જપ્ત કરી છે, એવો દાવો ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કર્યો હતો. આજે સવારે 7 વાગ્યે ટ્વીટ કરીને તેમણે આ દાવો કર્યો હતો.

8. ગીર સોમનાથના ત્રણ તાલુકાના 34 ગામના ખેડૂતોની જમીનમાં ગેસની લાઇન કાઢવા સામે ખેડૂતોમાં રોષ

  પર્યાવરણીય મંજૂરી મેળવવા માટે યોજાયેલી લોકસુનાવણીમાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો. ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં ગેસની પાઈપ લાઈન નાંખવાના પ્રોજેકટ સંદર્ભે ગીરગઢડા ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં ખેડૂતોએ જોરદાર વિરોધ દર્શાવી અઘવચ્ચે બહિષ્કાર કર્યો હતો. આ અંગે ખેડૂતોએ પર્યાવરણના ભોગે ગેસની પાઈપ લાઈન નાખવાથી ખેડૂતોને મોટુ નુકસાન થશે.

Read About Weather here

9. કોવિડના કારણે ભારતીયોમાં વધી ઓનલાઈન રહેવાની આદત

66 ટકા લોકો ઓનલાઈન રહેવાની આદતનો શિકાર: શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર. કોવિડ 19 રોગચાળાને કારણે ડિજીટલ કાર્ય રોજીંદા જીવનને અભિન્ન ભાગ બની ગયો છે. લોકો ઓનલાઈન જીવવાના શિકાર બન્યા છે. સાયબર સિકયુરીટી કંપનીનો ટર્ન લાઈફલોકના વૈશ્ર્વિક અભ્યાસ મુજબ 66 ટકા એટલે કે દર ત્રણ માંથી બે ભારતીયો રોગચાળાને કારણે ઓનલાઈન રહેવાની આદતનો શિકાર બન્યા છે.

10. રીલાયન્સ લાઈફ સાયન્સે પણ કોરોનાની બે ડોઝ વેકસીન બનાવી

    દેશમાં વધુ એક સ્વદેશી વેકસીનની તૈયારી છે. ઔદ્યોગીક કોર્પોરેટ જાયન્ટસ રીલાયન્સ ગ્રુપની કંપની રીલાયન્સ લાઈફ સાયન્સે તેની વેકસીનની પ્રથમ તબકકાની ટ્રાયલ માટે મંજુરી માંગી છે. રીલાયન્સની આ વેકસીન રીકોમ્બીનન્ટ પ્રોટીન આધારીત વેકસીન બનાવી છે. વેકસીનની સબજેલ એકસપર્ટ કમીટી જે ડ્રગ રેગ્યુલેટરમાં વેકસીન અંગે સલાહ આપી છે. તેની પાસે કલીનીકલ ટ્રાયલ માટે મંજુરી માંગવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here