નાના મવા સર્કલ પાસે હસ્તકલા પ્રદર્શન મેળાનું આયોજન

નાના મવા સર્કલ પાસે હસ્તકલા પ્રદર્શન મેળાનું આયોજન
નાના મવા સર્કલ પાસે હસ્તકલા પ્રદર્શન મેળાનું આયોજન

લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ સાથે
ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ સહિતની અનેક ભાતીગળ વસ્તુઓનું વેચાણ થશે
આગામી તા.6 થી 10 સુધી મેળો યોજાશે

કુટીર અને ગ્રામદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ હસ્તકલા સાથે જોડાયેલા કારીગરોને મદદ મળી રહે તેવા હેતુથી ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને

Visit Saurashtra Kranti Homepage here

આગામી તા. 06 થી તા. 10 સુધી રાજકોટ સ્થિત નાના મવા સર્કલ કોર્નર, 150 ફુટ રીંગરોડ, ખાતે હસ્તકલા પ્રદર્શન-મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રદર્શન-મેળામાં ભાતીગળ હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ માટી તથા ગાયનાં છાણમાંથી બનાવવામાં આવેલ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, તોરણ, સિંહાસન તથા ગૃહ સુશોભનની આધુનિક શૈલીની વસ્તુઓ જે માટીમાંથી તૈયાર કરવામાં આવેલ છે,

તેનું વેચાણ કરવામાં આવનાર છે. આ હસ્તકલા સેતુ યોજનાનો ઉદ્દેશ લોકલ ફોર વોકલને અનુસરીને હસ્તકલાના કારીગરોને વધુમાં વધુ રોજગારી અપાવવામાં મદદ કરવાનો છે

જેને ધ્યાને લઈ આપણી ભાતીગળ હસ્તકલા જળવાય રહે અને હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજકોટના સૌ હસ્તકલા પ્રેમીઓને લાભ લેવા તથા

Read About Weather here

વધુ વિગતો માટે જિલ્લા હસ્તકલા સેતુ યોજનાના જિલ્લા અધિકારી ગિરીશ જોશી મો.નં. 94268 51331 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. (4.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here