શહેરભરમાં આરોગ્યની 10 ટીમ કોરોના સર્વે માટે ઘુમી વળશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કોઠારીયા વિસ્તારમાં બાળકના મૃત્યુ બાદ હવે શહેરભરમાં સર્વે કરવા નિર્ણય : તહેવારોમાં શહેરીજનો બેદરકારી ન દાખવે : માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને ભીડ નહીં કરવા મ્યુ. કમિશ્ર્નરની અપીલ

શહેરમાં હવે કોરોના કેસ લગભગ સ્થગિત થઈ ગયા છે, નવા કેસ નહીવત છે. આમ છતાં ત્રીજી લહેરની સંભાવના વચ્ચે મ.ન.પા.નું આરોગ્ય તંત્ર સાવચેત હોવાનું અને હવે

Visit Saurashtra Kranti Homepage here

આગામી દિવસોમાં શહેરભરમાં કોરોના સંદર્ભે સર્વે કરવાનો નિર્ણય લેવાયાનું મ્યુ. કમિશ્ર્નર અમિત અરોરાએ જણાવ્યું હતું.મ્યુ. કમિશ્ર્નરએ જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ સિવિલ

હોસિપટલના પિડિયાટ્રીક વિભાગમાં 5 મહિનાના બાળકનું કોરોનાને કારણે મોત થયાની ઘટનાને તંત્રએ ગંભીરતાથી લઈ અને તાત્કાલીક આ બાળક જે વિસ્તારનું હતુ

તે કોઠારીયા વિસ્તારમાં 10 ટીમો ઉતારી બાળકો સહીત તમામનો સર્વે કરી નાની મોટી તકલીફવાળા લોકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ પ્રકારે હવે ક્રમશ: શહેરના અન્ય વિસ્તારોમાં પણ કોરોના સંદર્ભના સર્વેની કામગીરી ચાલુ રખાશે.

કમિશ્ર્નરએ વધુમાં જણાવેલ કે હાલમાં દરરોજ 2000 જેટલા કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. તેમાથી એક પણ પોઝીટીવ નથી આવતા તે ઘણી સારી બાબત છે.

પરંતુ આમ છતા હજુ કોઈપણ જાતની બેદરકારી પરવડે તેમ નથી આથી જન્માષ્ટમીના તહેવારોમાં નગરજનો માસ્ક,

Read About Weather here

સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરે અને જાહેરમાં ભીડ એકત્રિત ન કરે તેવી અપીલ આ તકે મ્યુ. કમિશ્ર્નરએ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here