રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નકલી દુધનો કાળો કારોબાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નકલી દુધનો કાળો કારોબાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નકલી દુધનો કાળો કારોબાર

સેમ્પલનાં રિપોર્ટ આવી ગયા બાદ જે તે દુધ ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરાશે: દેશને ગૌરવ અપાવનાર દુધનો ધંધો અનૈતિક તત્વોને કારણે બદનામ

રાજય સરકાર કોઇપણ પ્રકારે ભેળસેળ ચલાવી નહીં લે: કેન્દ્રીય મંત્રી રૂપાલાની ખાતરી, શહેરના સીમાડે મનપા દ્વારા ઠેરઠેર ચેકિંગ, પાંચ નમુના લેવાયા, 228 લીટર દુધનો નાશ કરારાજય સરકાર કોઇપણ પ્રકારે ભેળસેળ ચલાવી નહીં લે: કેન્દ્રીય મંત્રી રૂપાલાની ખાતરી, શહેરના સીમાડે મનપા દ્વારા ઠેરઠેર ચેકિંગ, પાંચ નમુના લેવાયા, 228 લીટર દુધનો નાશ કરાયો

આપણા દેશમાં ભેળસેળનું દુષણ દિવસે દિવસે વધુને વધુ વ્યાપક બનતું જાય છે. પરીણામે લોકોના આરોગ્ય પર જોખમ ઉભુ થઇ રહયું છે. જે વ્યવસાયથી વિશ્ર્વ આખામાં ભારતને ગૌરવ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા છે એ દુધના ધંધા ઉપર પણ ભેળસેળનો કાળો ઓછાયો પથરાઇ રહયો છે અને દુધના કારોબારમાં ભેળસેળ કરી રહેલા તત્વો બેફામ બની રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દુધમાં ભેળસેળની અનૈતિક પ્રવૃતિઓનો પર્દાફાશ થયા બાદ રાજય સરકારનું પણ ધ્યાન ખેંચાયું છે અને રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરના સીમાડે શહેરમાં આવતા-જતા દુધના તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપલેટા પંથકમાંથી નકલી અને ભેળસેળ યુકત દુધનો કાળો કારોબાર ચલાવી રહેલા તત્વો રાજકોટ અને અન્યત્ર નકલી દુધનો પુરવઠો ધુસાડી રહયા હોવાનું જાહેર થયું છે


દુધ એક સંપુર્ણ ખોરાક માનવામાં આવે છે. જેનાથી બાળકનો વિકાસ અને શારીરીક ક્ષમતામાં ઝડપથી વધારો થાય છે. દુધના આવા પવિત્ર વ્યવસાયને પણ ભેળસેળીયા ગુન્હાહીત તત્વોએ છોડયો નથી અને દુધમાં ભેળસેળ કરવાની પ્રવૃતિથી પણ આવા તત્વોને ધરાવ થયો નથી એટલે હવે નકલી દુધ લોકોને ધાબડવાનું શરૂ કરીને લોકોના જીવન સાથે રમત રમવાનું શરૂ કરી દીધુ છે.

રાજકોટમાં મોટા પાયે નકલી દુધ ધુસાડવામાં આવી રહયાનું બહાર આવ્યા બાદ રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર પણ ચોકી ઉઠયું છે. દુધના કારા કારોબાળની હકીકતો ગાંધીનગર સુધી પહોંચી છે.

આજે મોરબી ખાતે કેન્દ્રના પશુ પાલન મંત્રી પરસોતમ રૂપાલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમારી સરકાર દુધમાં કોઇપણ પ્રકારે ભેળસેળ ચલાવી લેશે નહીં. રાજય કક્ષા, જિલ્લા અને તાલુકા કક્ષાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભેળસેળ અટકાવવાનાં શકય તમામ પ્રયાસો કરવામાં આવશે. વિશ્ર્વભરમાં દુધનું ઉત્પાદન કરવામાં ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે.

ભારતને ગૌરવ અપાવનારા ધંધામાં ભેળસેળીયા તત્વો ધુસી ગયા હોવાથી દુધનો ધંધો બદનામ થઇ રહયો છે અને લોકોના જાન ઉપર પણ ખતરો ઉભો થઇ ગયો છે. આવી પરિસ્થિતિમાં તમામ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાબદુ અને સજાગ બનીને કડકમાં કડક પગલા લે તેવી લોક લાગણી ઉભી ગઇ છે. રાજકોટમાં મનપાના ફુડ વિભાગ દ્વારા ગોંડલ ચોકડી પર આજે સવારથી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

ગોંડલ રોડ ચોકડી પર આવતા જતા દુધના તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે. આજે વહેલી સવારે 4:30 વાગ્યાથી મનપાના ફુડ વિભાગની ટીમોએ ચોકડી પર ગોઠવાઇ જઇ વાહન ચેકિંગ શરૂ કર્યુ હતું. ગાંધીનગરથી ફાળવવામાં આવેલા ખાસ ટેસ્ટીંગ વાહન દ્વારા સ્થળ પર નમુના લઇ દુધનું ટેસ્ટીંગ કરવામાં આવી રહયું છે. દુધના વાહનો જેવા કે, દુધ ટેન્કર, છકડો રીક્ષા, ટેમ્પો વગેરેમાં લુઝ દુધ તથા પેકિંગ દુધના નમુના લઇ ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ટે

સ્ટીંગ વાનને કારણે સ્થળ પર પરીક્ષણ થઇ શકે છે અને ભેળસેળ થયાનું માલુમ પડી શકે છે. દુધમાં ફેટનું પ્રમાણ, એસએનએફનું પ્રમાણ, પાણી કે યુરીયાનું પ્રમાણ કેટલું છે તેની તપાસ થઇ શકે છે. મનપાની યાદી અનુસાર ગોંડલ રોડ ચોકડી પરથી 22 વાહનોમાંથી દુધના નમુના લેવામાં આવ્યા હતા. એ પૈકી ચાર વાહનમાંથી લેવાયેલા નમુનામાં ભેળસેળ માલુમ પડી હતી.

Read About Weather here

દુધના 5 નમુના શંકાસ્પદ જણાયા હતા જેની ચકાસણી હવે લેબોરેટરીમાં પણ કરવામાં આવશે. સ્થળ પર 228 લીટર જેટલા ભેળસેળીયા નકલી દુધનો નાશ કરી દેવામાં આવ્યો હતો. રીપોર્ટ આવી ગયા બાદ જે તે ઉત્પાદકો સામે આગળની કાનુની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ઉપલેટા વિસ્તારમાંથી નકલી અને ભેળસેળ યુકત દુધનો પુરવઠો રાજકોટમાં ધુસાડવામાં આવી રહયાનું બહાર આવ્યા બાદ મનપાનું તંત્ર હવે જાગી ઉઠયું છે.

રાજકોટ શહેરમાંથી પણ અલગ-અલગ ડેરીમાં આવનારૂ દુધ કેટલુ શુધ્ધ છે અને કેટલુ નકલી છે તેની વ્યાપક તપાસ કરવાની જરૂર છે. લોકોના જાન અને માલ સાથે ગુન્હાહીત ઢબે ચેડા કરી રહેલા આવા તત્વોને વીણીવીણીને પકડી પાડવા જોઇએ અને લોખંડી હાગે કામ લેવું જોઇએ. તેવી જોરદાર લોક લાગણી પ્રવરતી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here