શિક્ષકદિન પહેલા તમામ શિક્ષકોનું રસીકરણ રાજયોને કોવિડ વેક્સિનના બે કરોડ ડોઝ ફાળવતું કેન્દ્ર

કોવેકિસન 77.8 ટકા અસરકારક...!!
કોવેકિસન 77.8 ટકા અસરકારક...!!

શાળાઓ ખુલ્લી રહી હોવાથી વધારાના જથ્થાની ફાળવણી કરતી સરકાર


દેશના મોટાભાગના રાજયોમાં અને ગુજરાતમાં લગભગ તમામ વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે યા થઇ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે રાજયોને વેક્સિનના વધારાના ડોઝ ફાળવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી તારીખ 5 સપ્ટેમ્બર શિક્ષણ દિન પહેલા અગ્રતાના ધોરણે તમામ શિક્ષકોનું વેક્સિનેશન સંપન્ન કરી લેવા કેન્દ્ર સરકારે રાજયોને વેક્સિનના વધારાના બે કરોડ ડોઝની ફાળવણી કરી દીધી છે તેમ કેન્દ્રના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનના 60 કરોડ ડોઝ અપાઇ ગયા છે. દેશની 94 કરોડ જેટલી વયસ્ક વસ્તી પૈકી 50 ટકા વયસ્ક નાગરીકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે. છેલ્લા 10 કરોડ ડોઝ તો માત્ર 19 દિવસમાં જ આપી દેવાયા છે. વસ્તીના કુલ 14 ટકા નાગરીકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઇ ગયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ હિન્દી ભાષામાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, આ મહિને રાજયોને વેક્સિનના વધારાના બે કરોડ ડોઝ આપવામાં આવી રહયા છે. શિક્ષક દિવસ પહેલા જ તમામ શાળાઓના શિક્ષકોને અગ્રતાના ધોરણે વેક્સિન આપી દેવા રાજયોને અનુરોધ કરવામાં આવ્યો છે.

વધારાના ડોઝ 27 થી 31 ઓગસ્ટની વચ્ચે રાજયોને મળી જશે એવું માંડવીયાએ જણાવ્યું હતું. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુષણે તમામ રાજયો અને કેન્દ્રો શાસીત પ્રદેશો સાથે એક ખાસ ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી અને કોવિડ રસીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.

Read About Weather here

બીજા ડોઝની કામગીરીમાં પ્રાથમીકતા સાથે ગતી લાવવા અને ખાસ કરીને શાળાના શિક્ષકોને વેક્સિન આપવામાં અગ્રતા લાવવા રાજયોને સલાહ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here