20 વર્ષના યુધ્ધથી તારાજ રાષ્ટ્રને ઉભુ કરવા ભારત સહિત વિશ્વને મદદની યાચના કરતા તાલીબાનો

20 વર્ષના યુધ્ધથી તારાજ રાષ્ટ્રને ઉભુ કરવા ભારત સહિત વિશ્વને મદદની યાચના કરતા તાલીબાનો
20 વર્ષના યુધ્ધથી તારાજ રાષ્ટ્રને ઉભુ કરવા ભારત સહિત વિશ્વને મદદની યાચના કરતા તાલીબાનો

ભારતને અફઘાનિસ્તાનમાં અધુરા પ્રોજેકટ પુરા કરવા ખાસ વિનંતી


અફઘાનિસ્તાનની અસરફ ગની સરકારને ઉથલાવી નાખી સમગ્ર દેશ પર વર્ચસ્વ સ્થાપી દેનાર તાલીબાનો હવે રાજદ્વારી ભાષામાં વાતો કરતા થઇ ગયા છે. દમનકારી શાસનને કારણે 20 વર્ષના યુધ્ધથી તારાજ થઇ ગયેલા દેશના પુન:નિર્માણ માટે મદદ રૂપ બનવા તાલીબાનોએ ભારત સહિત વિશ્વભરના દેશોને આજે જાહેર અપીલ કરી હતી. તાલીબાનોએ હજુ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી નથી અને સરકારની રચના કરી નથી.

Visit Saurashtra Kranti Homepage here

સીએનએન ન્યુઝ-18 નેટવર્ક સાથેની વાતચીતમાં તાલીબાન જૂથનાં પ્રવકતા સુહેલ સાહીને દેશના વિકાસ માટેનો રોડ મેપ જાહેર કર્યો હતો અને ભારત સહિત વિશ્વના દેશો તરફથી મદદની અપેક્ષા વ્યકત કરી હતી.

ભારત સાથેના સંબંધો સંદર્ભમાં સાહીને જણાવ્યું હતું કે, ભારતે ગત બે દાયકામાં અહી અનેક વિકાસ કામો શરૂ કર્યા હતા. ભારતે નવા રસ્તા બાંધ્યા છે, ડેમ પણ બાંધી આપ્યા છે અને સંસદની બિલ્ડીંગ સુધ્ધા બનાવી આપી છે.

Read About Weather here

આ તમામ પ્રોજેકટ અફઘાનિસ્તાનની પ્રજા માટે સારા છે અને એમના માટે કલ્યાણકારી છે. અમે જે પ્રોજેકટ અધુરા રહી ગયા છે પુરા કરવાની ભારતને વિનંતી કરીએ છીએ.
સાહીને જણાવ્યું હતું કે, અમારૂ વલણ પહેલાથી એવું રહયું છે કે, ભારત અને અન્ય દેશો ગની જેવી કતપુતલી સરકાર સાથે નહીં પણ અફઘાનિસ્તાનની પ્રજા સાથે સીધો નાતો જાળવી રાખે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here