મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વકાંક્ષા

મહિલા ઉત્કર્ષ યોજનાને આવકારી અમલવારી કરવા નિર્ણય

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશન દ્વારા સેમિનાર યોજાયો

યોજનાનો લાભ સમાજનાં નાના વર્ગને અપાવી ઉતરદાયિત્વની ભાવના નિભાવવી જોઈએ: જ્યોતિન્દ્ર મહેતા

યોજનાનો તમામ સહકારી બેંકો તેમજ સહકારી મંડળીઓએ અમલ કરવો લાભદાયી: ડો.પુરૂષોતમ પીપરીયા

આપણે સાચા અર્થમાં સમાજનાં આર્થિક રીતે નબળા વર્ગનાં બહેનોનાં જીવનમ બદલાવ લાવીશું: કલ્પક મણીઆર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં યોજનાનાં ડ્રીમ પ્રોજેક્ટને આપણે સાકાર કરીશું: વિક્રમ તન્ના

કોવીડ- 19 ની મહામારી સંદર્ભે વિશ્વ ઉપર આવી પડેલ આર્થિક સંકળામણમાં ધંધાર્થીઓ મહામારીના દોઢ વર્ષના સમયગાળા દરમ્યાન નાના- મોટા ઉદ્યોગ અકલ્પનીય આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આર્થિક કટોકટીને નિવારવા દિવસ- રાત પ્રયત્ન કરી રહ્યા છે. જેના ભાગરૂપે લાભકારી યોજનાઓ એક પછી એક જાહેર કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નાના ઉધોગકારો અને વેપારીઓને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ મહત્વકાંક્ષી યોજના આત્મનિર્ભર– 1 અને 2 જાહેર કરીને અમલમાં મુકી હતી. જેમાં અકલ્પનીય સફળતા પ્રાપ્ત થતા હજારો લોકો રોજી- રોટી મેળવવા માટે પુનઃનિવાહ કરી રહ્યા હતા.

સેમીનારમાં સૌરાષ્ટ્ર- કચ્છ અર્બન કો- ઓપરેટીવ બેંકસ ફેડરેશનના માનદ્ સી.ઇ.ઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્યું કે, તમામ સહકારી બેંકો તેમજ સહકારી મંડળીઓએ આ યોજનાનો અમલ કરવો જોઇએ.

રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવી સુંદર બેનમુન યોજના આપવા માટે હર્ષની લાગણી અનુભવી હતી.

સૌરાષ્ટ્ર- કચ્છ અર્બન કો- ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઇ તન્નાએ જણાવ્યું કે, આપણા સહુની સામુહિક ફરજ છે કે આપણે સહુ સાથે મળી સમાજના નાના વર્ગના બહેનોનું આ યોજનાના માધ્યમથી આર્થિક પ્રગતિ કરાવીએ.

Read About Weather here

કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું કે, આપણે સાચા અર્થમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બહેનોના જીવનમાં બદલાવ લાવી શકીશું. પરિસંવાદમાં નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો- ઓપરેટીવ બેંકસ અને ક્રેડિટ સોસાયટી લી. ના ચેરમેન જ્યોતિન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો- ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઇ તન્ના,

માનદ્ સી.ઇ.ઓ ડો. પુરૂષોત્તમ પીપરીયા ઉપરાંત કેસ હારીતભાઇ મહેતા, શામજીભાઇ ખુંટ, હર્ષદભાઈ માલાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ કોટક, શ્રી મનિષભાઇ શેઠ અને તમામ બેંકોના ચેરમેનઓ, ડીરેકટરઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ ડો.પુરૂષોતમભાઈ પીપરીયાએ જણાવ્યું હતું.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here