જૂનાગઢ જિલ્લામાં જુગારના 13 દરોડા ર8 મહિલા સહિત 9પ શખ્સો ઝબ્બે

જૂનાગઢ જિલ્લામાં જુગારના 13 દરોડા ર8 મહિલા સહિત 9પ શખ્સો ઝબ્બે
જૂનાગઢ જિલ્લામાં જુગારના 13 દરોડા ર8 મહિલા સહિત 9પ શખ્સો ઝબ્બે

રોકડ સહિત રૂ.7.38 લાખનો મુદ્દામાલ કબ્જે


જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુગારના 13 દરોડા પાડી ર8 મહિલા સહિત 9પ શખ્સોને રૂ.7.38 લાખના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. શ્રાવણ માસમાં જુગાર રમતા શખ્સો સામે એસ.પી.રવિતેજા વાસીમ સેટીની સુચનાના પગલે જૂનાગઢમાં ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ.બી.અને સીડીવીઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડીને ગોધાવાવ પાર્ટી, કડિયાવાડ, ગિરનાર દરવાજા, ઝાંઝરડા રોડ

Visit Saurashtra Kranti Homepage here

અને સીંધી સોસાયટીમાંથી 9 મહિલા સહિત 31 શખ્સોને રૂ.ર,9ર,900 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. જૂનાગઢક્રાઇમ બ્રાંચે બાંટવા પાસેના એકલેરા ગામે જુગારનો અખાડો પકડી પાડી 1પ જણાને રૂ.3,પ0,6પ0 ના મુદ્દામલ સાથે પત્તા ટીચતા ઝડપી લીધા હતા.

જૂનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામેથી 8 પુરૂષને રૂ.648પ0 સાથે તેમજ ભેંસાણ પોલીસે ચણાકા ગામમાંથી 13 મહિલાને રૂ.ર030 સાથે જુગાર રમતા પકડી પાડી હતી. વિસાવદરના હનમાનપરામાંથી પોલીસે પાંચ જુગારીને રૂ.પ460 સાથે તથા બીલાખાના ભલાપરા વિસ્તારમાંથી 6 મહિલાને રૂ.700સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવી હતી.

બાંટવાના લીંબુડા ગામેથી પોલીસે 4 જુગારીની રૂ.11,740 સાથે તથા માંગરોળના રોપા ગામમાંથી સાત શકુનીની રૂ.4140 સાથે અને શીલ નજીકના મેખડી ગામમાંથી 6 જુગારીની પોલીસે રૂ.પ,પ90 સાથે ધરપકડ કરી હતી.

Read About Weather here

આમ પોલીસે ર8 મહિલા સહિત 9પ શખ્સોને રૂ.7,38,060 ની કિંમતના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડતા જુગારીઓમાં હલચલ મચી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here