જન્માષ્ટમી પર્વનો પ્રારંભ: સોમવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ: સોમવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ: સોમવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

આજે બોળચોથના દિવસે ગાય માતાનું પૂજન કરાયું

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા થનગનાટ છવાયો છે. આજથી બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે. અને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.

કોરોના ગાઈડલાઈન મુજબ તહેવારો ઉજવવામાં આવશે અને ભીડ ન થાય તેનુ ધ્યાન તંત્ર દ્વારા રાખવામાં આવશે. ગુજરાતમાં આગામી જન્માષ્ટમી તથા ગણેશ ઉત્સવના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ જન્માષ્ટમીના એક વાગ્યા સુધી છૂટ તથા ગણેશ ઉત્સવ માટે પણ પરવાનગી આપવામાં આવતા લોકોમાં આનંદ સાથે આવકારની લાગણી ફેલાય છે.

અનેક જિલ્લાઓ એકાદ મહિનાથી કોરોના મુકત થઈ ગયો છે તથા લાંબા સમયથી એકટીવ કેસ પણ નથી ત્યારે આ છૂટછાટ તો નિયમોના પાલન સાથે ઉપયોગની અપીલ પણ નાગરીકો દ્વારા કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જન્માષ્ટમી પર્વના દિવસોનો આજથી પ્રારંભ થયો છે. દરેક પંચાંગ તથા જયોતિષના નિયમ મુજબ આજે બોળચોથ છે. દરેક પંચાગમાં બોળચોથ બુધવારે લખાયેલ છે. બોળચોથના ગાય માતાની પૂજા તથા પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ બોળચોથ ઉજવાય છે. મહિલાઓ ઉપવાસ કે એકટાણા કરે છે. સાંજે ગાય માતાનું પૂજન કરીને ભકિત દર્શાવે છે.

ગાયમાં તેત્રીસ કરોડ દેવતા અને સ્થિર લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગાય માતાનું પૂજન કરવાથી બધા જ દેવી દેવતાઓનું પૂજન થઇ જાય છે તેમ માનવામાં આવે છે. બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને શણગાર કરવામાં આવે છે. ઘાસ નીરવામાં આવે છે સાથે વાછરડાનું પૂજન કરાય છે. આગામી શુક્રવારે નાગ પાંચમ છે.

બધા જ મંદિરોમાં નાગદેવતાનું પૂજન થશે, લોકો આ દિવસે વહેલા ઉઠી નિત્યકર્મ પૂર્ણ કરીને ઘરના પાણીયારે અથવા મંદિરે દીવો કરી બાજરા કુલેર, નળીયેર ધરે છે. આગલા દિવસે પલાળેલા મગ, મઠ અને કઠોળનું નૈવેદ્ય ધરીને એકટાણું કરે છે. પૂજન કરતી વખતે નવકુળ નાગ દેવતાના નવ નામો બોલવા, અનંત, વાસુકી, શંખ, પદ્મનાભ, કંઠબલ, શંખપાલ, ધૃતરાષ્ટ, તક્ષક તથા પીંગલ નામો બોલી નાગ દેવતાને આખુ વર્ષ નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

નાગ પાંચમીના દિવસે વ્રત અને પૂજન કરવાથી જન્મ કુંડળીમાં નાગ દોષ, પિતૃદોષ હોય તો રાહત મળે છે. રાહુ જેમનો નબળો હોય તેના માટે નાગ દેવતાની પૂજા લાભકારી છે. શનિવારે રાંધણ છઠ્ઠ છે. આ તહેવારમાં શહેર તથા ગામોમાં મહિલાઓ રસોડામાં મિષ્ટાન સહિતની સામગ્રીઓ બનાવે છે અને ચુલો ઠારવાની પરંપરા નિભાવે છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શીતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઇ બનાવવામાં આવતી નથી.

મહિલાઓ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવીને રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવામાં આવે છે. ચુલો ઠારવાનું મુહૂર્ત રાત્રે 7.06થી 8.32 સુધી તથા રાત્રે 9.57 થી 11.23 સુધીનું છે. જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમાં અગ્નિતત્વ રહેલ છે. રસોઇમાં પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે. રસોઇ ઘરમાં મા અન્નપૂર્ણાનો વાસ છે.

Read About Weather here

અત્યારે તો બધાના ઘેર ગેસના ચુલા આવી ગયા છે. તેનું પણ પૂજન કહી શકાય. શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવેલ છે. રવિવારે શીતળા સાતમ છે. શીતળા સાતમના દિવસે મા શીતળાનું પૂજન, દર્શન તથા કુલેર ધરવામાં આવે છે. તા.30મીના સોમવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠશે. કોરોનાના કારણે સરકારી નિયમોને અનુસરીને ઉજવણી કરવામાં આવશે. આ વખતે જન્માષ્ટમીના મેળા, જન્માષ્ટમી શોભાયાત્રા યોજાશે નહિ પરંતુ રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ મંદિરોમાં મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવાશે.

કૃષ્ણ જન્મોત્સવની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે ત્યારે આ વર્ષે ધામધૂમ પૂર્વક એક પણ તહેવાર ઉજવવામાં શક્ય નથી. આર્થિક રીતે પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની અસર બધે જ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here