રાજકોટમાં હજુ આવકવેરા દરોડા ચાલુ: ઢગલાબંધ સાહિત્ય કબ્જે

રાજકોટમાં હજુ આવકવેરા દરોડા ચાલુ: ઢગલાબંધ સાહિત્ય કબ્જે
રાજકોટમાં હજુ આવકવેરા દરોડા ચાલુ: ઢગલાબંધ સાહિત્ય કબ્જે

બેનામી સંપતિનો ખુલાસો થવાની શકયતા: કરોડોની રોકડ મળી: જવેલરીની ગણતરી ચાલુ: હજુ દરોડા કાર્યવાહી લાંબી ચાલવાનો નિર્દેશ


સૌરાષ્ટ્રમાં વર્ષ 2018 બાદ સૌથી મોટું સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખી 300 જેટલા અધિકારીઓના કાફલા સાથે રાજકોટમાં જાણીતા બિલ્ડર, ફાઇનાન્સર અને કોન્ટ્રાકટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે લગભગ 3થી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા સેવાઈ રહી છે..કરોડોની રોકડ તથા જવેલરી ઉપરાંત ઢગલાબંધ દસ્તાવેજો કબ્જે લેવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આવકવેરા ખાતાના સુત્રોએ કહ્યું કે ટોચના બિલ્ડર જુથ આર.કે.ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી તથા પરિવારનાં સિલ્વર હાઈટસમાં આવેલા સાતેય નિવાસસ્થાનો ઉપરાંત આર.કે.પ્રાઈમ ખાતેની ઓફીસ પર આજે સતત બીજા દિવસે દરોડા ચાલુ છે. આ સિવાય પ્રફુલ ગંગદેવનાં નિવાસ તથા ઓફીસ કોન્ટ્રાકટરો આશીષ ટાંક તથા રમેશ પાંચાણીનાં નિવાસસ્થાન, અનંત ગ્રુપનાં વિક્રમ લાલવાણીની ઓફીસ તથા નિવાસસ્થાન ઉપરાંત ફાઈનાન્સરનાં કર્મચારીઓનાં રોકાણ પર પણ તપાસનો દોર જારી રહ્યો છે.

આવકવેરા ખાતાનાં ટોપ લેવલના સુત્રોએ કહ્યું કે કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. ઉપરાંત જવેલરી હાથ લાગી છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. રીયલ એસ્ટેટનાં શંકાસ્પદ વ્યવહારો દર્શાવતા ઢગલાબંધ દસ્તાવેજો હાથ લાગ્યા છે.

તે જપ્ત કરી લેવામાં આવ્યા છે અને હવે પછી દરેકે દરેક વ્યવહારની ચકાસણી કરવામાં આવશે. દરોડા ઓપરેશનનાં આધારે બેનામી સંપતીનો ખુલાસો થવાની આશંકા દર્શાવતા એક સીનીયર અધિકારીએ કહ્યું કે કર્મચારીઓના નામે નાણાંકીય વ્યવહારો માલુમ પડયા છે. રીયલ એસ્ટેટનાં વ્યવહારો પણ હોઈ શકે છે તે સાબીત થવાના સંજોગોમાં બેનામી સંપતિ કાયદા હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.

Read About Weather here

ઢગલાબંધ સાહીત્ય કબ્જે લઈ લેવામાં આવ્યું છે અને તેની તપાસમાં વધુ નવા ખુલાસાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે,કે રાજકોટ ઈન્કમટેકસ દ્વારા મોટાભાગનાં બીલ્ડર જુથોનાં 40 જેટલા સ્થળોએ મેગા દરોડા ઓપરેશન શરૂ કરાયુ હતું. અનેક બીલ્ડરોનાં કનેકશન હોવાથી કેટલાંકે તો તપાસનો રેલો આવવાની બીકે રેકર્ડ પણ રફેદફે કરીને મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here