મહિલાને ઠપકો અપાતા પાડોશીઓએ ચાર સભ્યોને માર માર્યો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

બપોરે ઝઘડો થયા બાદ સમાધાન થયું હોવા છતાં રાત્રે ફરીથી હુમલો કરાયો


સુરત અમરોલીમાં એક જ પરિવારના ચાર સભ્યોને ઘર બહાર કાઢી માર મરાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઘરમાં ડોક્યુ કરનાર મહિલાને ઠપકો આપતા પાડોશીએ હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્ત પરિવારે જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મધરાત્રે થયેલા હુમલા બાદ ઇજાગ્રસ્ત ચારેયને 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ફારૂખ મહોમદ ઇલિયાસ શેખ ઉ.વ. 26 (રહે અમરોલી આવાસ) એ જણાવ્યું હતું કે દોઢ મહિનાથી બેકાર છું. ઘરમાં દુપટ્ટા પર નંગ ચોંટાડવાનું કામ કરી બીમાર પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવી રહ્યો છું.

મંગળવારની બપોરે પાડોશમાં રહેતી મહિલા ઘરમાં વારંવાર ડોક્યુ કરતી હોવાથી બીમાર પત્ની અસમાબાનું એ ઠપકો આપતા વાત બગડી હતી.બપોરે થયેલા બે મહિલાઓ વચ્ચેનો ઝગડો સમાધાન બાદ પૂરો થઈ ગયો હતો.

જોકે રાત્રે પાડોશીએ ફરી ઝઘડાને વેગ આપી ઘર માં ઘુસી આવ્યાં હતાં. ગાળા ગાળી કરી આખો મહોલ્લો ભેગો કરી નાખ્યો હતો. ત્યારબાદ અચાનક હુમલો કરતી આખા પરિવારને માર માર્યો હતો.

Read About Weather here

આખો મહોલ્લો હુમલાખોર પડોશીને સમજાવી રહ્યો હતો. પણ હુમલાખોર કોઈનું માનવા જ તૈયાર નહોતો.લગભગ દોઢથી બે કલાક સુધી આખું આવાસ માથે ઉપાડનારા હુમલાખોરો પોલીસ આવતા ઠંડો પડ્યા હતાં. ત્યારબાદ આખા પરિવારને સારવાર માટે સિવિલ લઈ જવાયાં હતાં. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here