આજી ડેમ -1માં માત્ર 27 ટકા પાણીનો જથ્થો

આજી ડેમ -1માં માત્ર 27 ટકા પાણીનો જથ્થો
આજી ડેમ -1માં માત્ર 27 ટકા પાણીનો જથ્થો

એક અઠવાડિયામાં સૌની યોજનાનું પાણી આજીમાં ઠલવાશે

પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા


રાજકોટમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે.

હાલ આજી ડેમ -1માં 27 ટકા પાણીનો જથ્થો છે. ત્યારે જો સમયસર વરસાદ ન આવે તો શહેરમાં પણ પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે મિડીયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં સૌની યોજનાનું પાણી આજીમાં ઠલવાશે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ શહેર માત્ર વરસાદ આધારિત હતું. પરંતુ PM મોદી અને PM રૂપાણીનાં પ્રયાસોને કારણે સૌની યોજના શરૂ થયા બાદ પાણીની મુશ્કેલી ભૂતકાળ બની ચુકી છે. પરંતુ વરસાદ ધારણા કરતા વધુ ખેંચાઈ ગયો છે. જેને લઈને અમે રાજ્ય સરકાર પાસે નર્મદાનાં પાણીની માંગ કરી હતી.

જેના અનુસંધાને રાજકોટને સૌની યોજના મારફતે પાણી પૂરું પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એકાદ સપ્તાહમાં જ નર્મદાનાં 335 MCFT પાણીનો જથ્થો રાજકોટનાં બે મુખ્ય જળાશયોમાં પહોંચાડવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓના માથે પાણીનું સંકટ ઘેરાયુ રહ્યું છે, શહેરમાં અનેક વિસ્તારોને પાણી પુરૂ પાડતો આજી ડેમ-1માં 27 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. જ્યારે ન્યારી ડેમ-1માં 50 ટકા પાણી છે. ત્યારે જો વરસાદ ખેંચાયો તો જળસંકટ ઉભું થઇ શકે છે.

Read About Weather here

હાલ રાજકોટનાં આજી ડેમ-1ની કુલ સપાટી 29 ફૂટ છે જે હાલમાં 15 ફૂટ પહોંચી છે. ડેડ સ્ટોકને બાદ કરતા 27 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જ્યારે ન્યારી ડેમ-1 માં 50 ટકા પાણીનો જથ્થો રહેલો છે.જેના કારણે આગમની દિવસોમાં શહેરીજનોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here