લગડીયું કબ્જે કરવા જતાં સરપંચ સહિત બે શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કરી હેલ્પરને ઇજા પહોંચાડી
જસદણના ભડલી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલા જુનિયર ઈજનેરની ટીમ પર ગામના સરપંચ સહિત બે શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
મારામારીના બનાવ અંગે રાજકોટના મવડી ગામે શ્રી નાથજી સોસાયટીમાં રહેતા કુવાડવા રોડ પર પીજીવીસીએલ કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે નોકરી કરતા જયદીપ નારણ ઢોલરીયા ( ઉ.વ 27 ) ની ફરિયાદ પરથી જસદણ
પોલીસે ભડલી ગામના સરપંચ વલ્લભ કુબેર સાંકળિયા, હરેશ કરશન વાળાની સામે લોંખડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.આઈ કે.જે.રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.
જુનિયર ઇજનેરે ફરિયાદમાં જણાવ્યું છે કે ભડલી ગામે વીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે અમારી કુવાડવા પી.જી.વી.એલની ટીમે ગામમા ચેકિંગ હાથ ધર્યું હતું.જે દરમિયાન ગામના સરપંચ વલ્લભ સાંકળિયા વિજવાયરમાંથી લગડીયું કાઢવા જોવા મળતા પીજીવીસીએલની ટીમે દોડી જઈને વાયરો કબ્જે કર્યા હતા.
ત્યારે ગામના સરપંચ તરીકે ફિટ કરાવી દેવાની ધમકી આપી વલ્લભ સાંકળિયા, હરેશ વાળાએ પાઇપ વડે હુમલો કરી પગમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી.
Read About Weather here
મારમારીમાં વચ્ચે છોડાવવા પડેલા હેલ્પર વિક્રમ રાઠોડને પણ ઇજા થવા પામી હતી.(4.4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here