ગોંડલના ગોમટા ગામે સિમેન્ટના કારખાનામાં દારૂના કટીંગ સમયે એલસીબી ત્રાટકી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

299 બોટલ દારૂ સાથે 3 શખ્સોની ધરપકડ: રોકડ – મોબાઈલ- ફોરવહીલ- દારૂ મળીને રૂ.1.60 લાખનો મુદમાલ કબ્જે : રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર

ગોડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી દારૂના કટિંગ વખતે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી 299 બોટલ વિદેશી દારૂ સાથે રાજકોટના 2 શખ્સો સહીત 3 ની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરોડામાં રાજકોટ,અમરેલી અને જુનાગઢના ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના રૂ.1.60 લાખનો મુદમાલ કબજે કર્યો છે.

રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહ સાહેબ તથા જીલ્લાના પોલીસ વડા બલરામ મીણાની સુચના આધારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઈ અજયસિંહ આર. ગોહીલ અને એ.એચ.ટી.યુ. શાખા રાજકોટ ગ્રામ્યના પીએસઆઈ ટી.એસ. રીઝવી સ્ટાફ સાથે પેટ્રોલિગમાં હતા

તે દરમ્યાન મળેલ હકિકત આધારે ગોડલ તાલુકાના ગોમટા ગામની સીમમાંથી વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આઘારે દરોડો પાડી રાજકોટ જંગલેશ્ર્વરના બીલાલચોકમાં રહેતા

શૈલેષભાઈ મુળજીભાઈ સાગઠીયા, કાલાવડ કુંભનાથપરા વિસ્તારમાં રહેતા રમીજભાઈ મુસાભાઈ મલેક, બુધનગર શેરી નં. 37 રાજકોટમાં રહેતા હારૂનભાઈ સતારભાઈ મીરની ધરપકડ કરી હતી.

જંગલેશ્ર્વરના તોસીફ ઉર્ફ બાધો અસીમભાઈ ઉમરેટીયા, મેદપરા જી. જુનાગઢનો અલ્તાફભાઈ ઠેબા, વડીયા જી. અમરેલીનો અજયભાઈ રાજપુત ભાગી ગયો હતો. સ્થળ ઉપરથી 299 બોટલ દારૂ જેની કી.રૂ. 89,700,ફોર વ્હીલ કાર કિંમત 50,000

,મોટર સાયકલ નંગ,રોકડ રૂપીયા 5200,મોબાઇલ નંગ – 2 કિ.રૂ. 1000 સહીત કુલ મુદામાલ કિ.રૂ. 1,60,900 કબ્જે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ એ. આર. ગોહીલ તથા એ.એચ.ટી.યુ. શાખાના પીએસઆઈ ટી.એસ. રીઝવી, તથા એલ.સી.બી.ના પીએસઆઈ એસ. જે. રાણા તથા પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર,

Read About Weather here

પો.કોન્સ. દીવ્યેશભાઇ સુવા, તથા એ.એચ.ટી.યુ. શાખાના પો.કોન્સ. મયુરભાઈ વિરડાએ કામગીરી કરી હતી.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here