વાર્ષીક આવક પછાત વર્ગના ક્રીમીલેયર નક્કી કરવાનું એકમાત્ર માપદંડ બની શકે નહીં: સુપ્રીમ કોર્ટ

તોહમતદારો પર કાયમ લટકતી તલવાર રાખી શકાય નહીં: સુપ્રીમ
તોહમતદારો પર કાયમ લટકતી તલવાર રાખી શકાય નહીં: સુપ્રીમ

હરિયાણા સરકારનું પછાત વર્ગો અંગેનું જાહેરનામું ફગાવી દેતી અદાલત


પછાત વર્ગોના ક્રીમીલેયરને ઓળખી કાઢવા માટે વાર્ષીક આવક એકમાત્ર માપદંડ બની શકે નહીં. એવું ઠરાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે, અનામતનો ઇન્કાર કરતા પહેલા પછાત વર્ગના પ્રીમીલેયરને ઓળખવા માટે સામાજીક, આર્થીક અને અન્ય પરીબળો પણ ધ્યાનમાં લેવા જોઇએ. માત્ર વાર્ષીક આવકના આધારે અનામતનો ઇન્કાર કરી શકાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

2016માં હરિયાણા સરકારે બહાર પાડેલુ જાહેરનામું સુપ્રીમે ફગાવી દીધુ હતું. પછાત વર્ગોમાં જે જ્ઞાતીની આવક વાર્ષીક રૂ.6 લાખ હોય એમને ક્રીમીલેયર ગણવા એવું જાહેરનામું હરિયાણા સરકારે બહાર પાડયું હતું અને કાયદામાં સુધારો જાહેર કર્યો હતો.

જસ્ટીસ એલ.નાગેશ્ર્વર લાલ અને અનીરુધ્ધ બોઝની બેન્ચે જણાવ્યું હતું કે, હરિયાણા સરકારનો નિર્ણય સુપ્રીમે અગાઉ નિશ્ર્ચિત કરેલા સિધ્ધાતો અને આચારસહિતાના ભંગ સમાન છે. રાજય સરકારે માત્ર આવકના આંકડાના આધારે પ્રીમીલેયર વર્ગ નક્કી કરી તેને અનામતથી વંચિત રાખવાનો નિર્ણય લીધો છે.

Read About Weather here

એ નિર્ણય ખોટો છે માત્ર આર્થીક ક્ષમતા એ ક્રીમીલેયર નક્કી કરવાનું એકમાત્ર માપદંડ બની શકે નહીં આથી અમે રાજય સરકારને અગાઉ નિદિષ્ઠ થયેલા સિધ્ધાંતોના આધારે નવું જાહેરનામું બહાર પાડવા ત્રણ માસનો સમય આપી છીએ.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here