જસદણના ભડલી ગામે વીજચોરી કરતા સરપંચની પીજીવીસીએલ દ્વારા ધરપકડ

જસદણના ભડલી ગામે વીજચોરી કરતા સરપંચની પીજીવીસીએલ દ્વારા ધરપકડ
જસદણના ભડલી ગામે વીજચોરી કરતા સરપંચની પીજીવીસીએલ દ્વારા ધરપકડ

લગડીયું કબ્જે કરવા જતાં સરપંચ સહિત બે શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કરી હેલ્પરને ઇજા પહોંચાડી

જસદણના ભડલી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલા જુનિયર ઈજનેરની ટીમ પર ગામના સરપંચ સહિત બે શખ્સોએ લોંખડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

મારામારીના બનાવ અંગે રાજકોટના મવડી ગામે શ્રી નાથજી સોસાયટીમાં રહેતા કુવાડવા રોડ પર પીજીવીસીએલ કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે નોકરી કરતા જયદીપ નારણ ઢોલરીયા ( ઉ.વ ૨૭ ) ની ફરિયાદ પરથી જસદણ પોલીસે ભડલી ગામના સરપંચ વલ્લભ કુબેર સાંકળિયા, હરેશ કરશન વાળાની સામે લોંખડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. પી.આઈ કે.જે.રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જુનિયર ઇજનેરે ફરિયાદમાં જણાવ્યું છે કે ભડલી ગામે વીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે અમારી કુવાડવા પીજીવીએલની ટીમે ગામમા ચેકિંગ હાથ ધર્યું હતું.જે દરમિયાન ગામના સરપંચ વલ્લભ સાંકળિયા વિજવાયરમાંથી લગડીયું કાઢવા જોવા મળતા પીજીવીસીએલની ટીમે દોડી જઈને વાયરો કબ્જે કર્યા હતા.

Read About Weather here

ત્યારે ગામના સરપંચ તરીકે ફિટ કરાવી દેવાની ધમકી આપી વલ્લભ સાંકળિયા, હરેશ વાળાએ પાઇપ વડે હુમલો કરી પગમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી. મારમારીમાં વચ્ચે છોડાવવા પડેલા હેલ્પર વિક્રમ રાઠોડને પણ ઇજા થવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here