રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ટી.પી ચેરમેનની ફરિયાદ

રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ટી.પી ચેરમેનની ફરિયાદ
રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ટી.પી ચેરમેનની ફરિયાદ

માણાવદરમાં રોડ-રસ્તાના કામોમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ જૂનાગઢથી ગાંધીનગર સુધી થઇ છે. ભાજપ શાસિત પાલિકાનાં ટી.પી ચેરમેન ભાવનાબેન કાલરીયાએ મુખ્યમંત્રી, કેબીનેટ મીનીસ્ટર, કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ પત્ર લખતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

પત્રમાં જણાવ્યા અનુસાર તા.18/7/2021 નાં રોજ ખૂદ ચેરમેન દ્વારા ઇનવોડ રજીસ્ટરની માહિતી માંગેલ જે આપતા નથી. તો તા.17/82021 નાં રોજ વોર્ડ-4 માં જૂનાગઢ રોડથી અંદર સ્કૂલ તરફ સુધીનો રોડમાં રૂબરૂ સ્થળ તપાસ કરતા ખોદાણ ઉંડાણ અડધો ફૂટથી પોણો ફૂટ કરેલ હોય.

પી.સી.સી દોઢ ઇંચથી બે ઇંચ કરેલ હોય. તેમાં મટીરીયલ રેતી પથ્થરવાળી હોય. જો ચીફ ઓફિસર ત્યાં પ્રમુખ પુષ્પાબેન ગોરને રૂબરૂ ત્યાં ટેલીફોનીક રજૂઆત કરવા છતાં કામકાજ રસ્તાનું રોકાવેલ નથી. ત્યાંના સ્થાનિક રહીશોએ વિરોધ કરેલ હોય જે જાણ કરવા છતાં કોઈ જ પગલા લીધા નથી.

નગરપાલિકાનાં એન્જીનિયરને બે વખત ફોન કરી જાણ કરેલ પરંતુ ફોનનો કોઈ જ જવાબ આપેલ નથી. જે રસ્તાનાં નબળા કામનાં વિડીયો ફોટો વોટ્સએપ દ્વારા મોકલાવેલ છે. તેમ છતાં રસ્તાનું કામ રાતોરાત પૂર્ણ કરી દીધેલ છે.

Read About Weather here

જે નબળું કામકાજ હોય રસ્તો તૂટી જશે માટે રોડનું પેમેન્ટ કરવું નહીં. જો પેમેન્ટ કરશો તો ચીફ ઓફિસર તથા પ્રમુખ પુષ્પાબેન ગોરની જવાબદારી રહેશે. ભાજપ શાસિત પાલિકાનાં ટી.પી. ચેરમેન ભાવનાબેન કાલરીયાએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવી પડે છે.

તે જ સનસનાટી ભરી છે. આ પત્રએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here