રાજકોટમાં મેળા યોજવા અંગે નિર્ણય જાહેર

મેળાનું મેદાન સુમસામ
મેળાનું મેદાન સુમસામ

રાજકોટમાં યોજાતા લોક મેળામાં 10 લાખથી વધુ લોકો આનંદ લે છે

જન્માષ્ટમી તહેવારોમાં અનેક જગ્યાએ મેળાઓ યોજાતા હોય છે. તે રીતે રાજકોટમાં પણ સૌથી મોટો મેળો એવો લોકમેળો યોજાય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે આયોજનો રદ કરવામાં આવે છે. ગત વર્ષ પણ શહેરમાં લોક મેળો સહિત 100 થી વધુ ખાનગી મેળાઓ રદ કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તે જ રીતે આ વર્ષ પણ કોઈ મેળાઓ યોજવામાં આવશે નહીં. જેમાં આગામી મહિનાની ત્રીજી લહેર શરૂ થવાની સંભવીત ચેતવણીનાં પગલે જિલ્લા વહીવટી તંત્રએ આ પરિસ્થિતિમાં મેળો મુનાસીફ નહીં હોવાથી રદ કરવામાં આવ્યો છે.

લોકમેળો ઉપરાંત રાજકોટ નજીક ઈશ્વરીયામાં પણ યોજવામાં આવતો મેળો પણ રદ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લાભરમાં યોજવામાં આવતા મેળા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મેળો રદ થતા લોકોના મનમાં નિરાશા વ્યાપી છે.

કારણ કે, સતત બે વર્ષથી કોરોનાને કારણે બહાર નીકળી શકતા નથી અને મેળા જેવા આયોજનો રદ થાય છે. મંદિરો પણ રજાનાં દિવસોમાં બંધ રાખવામાં આવનાર છે. તેથી લોકોને ઘરમાં જ બેસવા મજબુર કરી દીધા છે. આ જન્માષ્ટમીનું મીની વેકેશન હવે વેકેશન જેવું લાગતું જ નથી.

Read About Weather here

કારણ કે, પરિસ્થિતિ જ એવી સામે આવી ગઈ છે. લોકો હાલ જુના દિવસો વાગોળે છે કે કેવો મેળો થયો, કેટલી જન-મેદની ઉમટી પડતી, લોકમેળાના દ્રશ્યો, ચકડોળ, બાળકોનાં કિલ્લોલ પણ સાંભળવા મળશે નહીં. રાજકોટનું રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જાણે ધબકારા બંધ થઇ ગયા હોય એવો ભાષ થાય છે.(૪.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here