જય ઇન્ટરનેશનલ સ્કૂલની ૪ વિદ્યાર્થીનીઓનું વેસ્ટ ઝોન શુટીંગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન

જય ઇન્ટરનેશનલ સ્કૂલની ૪ વિદ્યાર્થીનીઓનું વેસ્ટ ઝોન શુટીંગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન
જય ઇન્ટરનેશનલ સ્કૂલની ૪ વિદ્યાર્થીનીઓનું વેસ્ટ ઝોન શુટીંગ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન

અમદાવાદ, ભોપાલ અને મુંબઈ ખાતે યોજાયેલ સ્પર્ધામાં સફળતા મેળવી: રાષ્ટ્રીય શુટીંગ સ્પર્ધામાં પસંદગી

 રાજકોટની જાણીતી જ્ય ઇન્ટરનેશનલ સ્કુલ તેમના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યરત રહે છે. તાજેતરમાં ગત તા. ૧૪ થી ૧૯ દરમિયાન અમદાવાદ, ભોપાલ અને મુંબઈ ખાતે યોજાયેલ ૮ મી વેસ્ટ ઝોન શુટીંગ કોમ્પિટીશન ચેમ્પીયનશિપમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના ચેરમેન ડી. વી. મહેતા જણાવે છે કે, જીનિયસ ગ્રુપની જ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ એ DLSS (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ) એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા માન્યતા ધરાવતી શાળા છે. અહિં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને શાળાના કેમ્પસમાં જ નિષ્ણાતો દ્વારા વિવિધ સ્પોર્ટસ માટે કોચિંગ, સચોટ માર્ગદર્શન, ફિઝીયોથેરાપી અને તાલીમ આપી વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવે છે.

તાજેતરમાં તારીખ ૧૪ થી ૧૯ ઓગષ્ટ દરમિયાન  અમદાવાદ ખાતે યોજાયેલ ૧૦ મીટર રાયફલ યુથ વુમન ઈવેન્ટમાં સંજીદા જયેશભાઈ પરમારે ભાગ લઈ રાષ્ટ્રીય પ્રતિયોગીતા માટે ઉતિર્ણ થઈ હતી. જ્યારે મુંબઈ ખાતે યોજાયેલ ૧૦ મીટર પિસ્તોલ યુથ વુમન ઈવેન્ટમાં અલવીરા દિલાવરભાઈ બેલિમ અને શ્રેયાંશી રમણિકભાઈ પરમારે પ્રિ- નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રસંશનિય પ્રદર્શન કરીને બન્ને સ્પર્ધકો ઉતિર્ણ થઇ હતી.

Read About Weather here

ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ૬૪મી નેશનલ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામ્યા હતા. ભોપાલ ખાતે આયોજીત ૬૩મી નેશનલ શુટીંગ સ્પર્ધામાં ૧૦ મીટર રાયફલ યુથ વુમન ઈવેન્ટમાં જય ઈન્ટરનેશનલ સ્કૂલની જ વિદ્યાર્થીની હની રમેશભાઈ પરમાર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આગામી ૬૪મી નેશનલ શુટીંગ સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામી છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here